..તો હું નરેન્દ્ર મોદીને PM તરીકે ચૂંટીશ: કેજરીવાલ
મુંબઇ, 13 માર્ચ: વનઇન્ડિયા દ્વારા અત્યાર સુધી જેટલા પણ પોલ કરવામાં આવ્યા તે સૌમાં દેશના હવે પછીના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સૌની પહેલી પસંદ બન્યા છે. પરંતુ હંમેશા મોદી પર હુમલો કરનારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદ માટે તેમનું સમર્થન કરી શકે છે? મુંબઇમાં ફંડ મેનેજર અને સ્ટોક બ્રોકર્સ સાથેની મુલાકાત દરમિયાન કેજરીવાલે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'તેઓ કોઇ મજબૂરીની સ્થિતિમાં વડાપ્રધાન તરીકે મોદીની પસંદગી કરી શકે છે.'
નરીમન પોઇન્ટના બજાજ ભવનમાં કેજરીવાલે બુધવારે 50 ફંડ મેનેજર્સની સાથે બેઠક કરી. ફંડ મેનેજરો અને સ્ટોક બ્રોકર્સની આ બેઠક બાદ કેજરીવાલને એક સવાલ કરવામાં આવ્યો કે તેમને વડાપ્રદાન પદ માટે બીએસપી સુપ્રીમો માયાવતી અને નરેન્દ્ર મોદીમાંથી કોઇ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો તેઓ કોને પસંદ કરશે.
જોકે કેજરીવાલ આ સવાલનો સીધો જવાબ આપવાથી બચ્યા પરંતુ તેમણે જણાવ્યું કે 'આમ તો હું કોઇની પસંદગી ના કરું પરંતુ તમે મારી પર બંદૂક રાખીને મને દબાણપૂર્વક કોઇ એક નેતાની પસંદગી કરવાનું કહો તો હું નરેન્દ્ર મોદીની પસંદગી કરીશ.' દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે આ સવાલ ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને અંબુજા સીમેન્ટના પૂર્વ એમડી અનિલ સિંઘવીએ કર્યો હતો.
સિંઘવીએ જણાવ્યું કે 'કેજરીવાલ શરૂઆતમાં માયા અને મોદીમાંથી કોઇની પણ પસંદગી કરવાનું ટાળતા રહ્યા, પરંતુ મેં તેમને કહ્યું કે દેશને વડાપ્રધાન તો ચૂંટવો જ પડશે, તો કેજરીવાલે જણાવ્યું કે ખૂબ જ મજબૂરીની સ્થિતિમાં તેઓ મોદીને ચૂંટશે. જોકે તેમણે મોદીને ચૂંટવાનું કોઇ કારણ આપ્યું નહીં.'

ઉદ્યોગ જગતના પ્રતિનિધિયોની સાથે આ મુલાકાતમાં કેજરીવાલ પર લોકસબા ચૂંટણીથી જોડાયેલા ઘણા સવાલો ઊઠાવ્યા. આ ચર્ચામાં કેજરીવાલે એ વાત પર ભાર મૂક્યો કે આ વખતની ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળતી નથી દેખાઇ રહી.
આ કાર્યક્રમનું આયોજન કરનાર સ્ટોક બ્રોકર રામદેવ અગ્રવાલ પણ કેજરીવાલથી ખૂબ જ પ્રભાવીત દેખાયા. રામદેવના જણાવ્યા અનુસાર કેજરીવાલ ઇમાનદાર શખ્શ છે અને સિસ્ટમથી કરપ્શન ખત્મ કરવાની તેમની વાતોમાં દમ દેખાય છે.












Click it and Unblock the Notifications
