હેલિકોપ્ટર ઘોટાળામાં રાજીનામુ નહી આપું: એ કે એન્ટની

એન્ટનીએ જણાવ્યું કે દરેક સ્તરે અને દરેક પ્રકારની કાળજી રાખવા છતાં લાંચના આરોપોને લઇને હું દુ:ખી છું. તેમણે જણાવ્યું કે રક્ષા સંબંધી ખરીદીમાં કોઇ રાજનૈતિક નિર્ણય થતો નથી. હેલિકોપ્ટર ડિલ મુદ્દે સરકારમાં કોઇ મતભેદ નથી. સરકાર એક થઇને આ મુદ્દે કામ કરી રહી છે.
એન્ટનીએ દાવો કરતા જણાવ્યું કે જો ચોપર ડિલમાં કોઇ ગડબડ દેખાઇ તો તેની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સીબીઆઇ અને ડિફેન્સ મિનિસ્ટ્રિની જોઇન્ટ ટીમ આ અંગે તપાસ કરવા માટે ઇટલી પહુંચી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ચોપર ડિલ અંગે પણ ચર્ચા થઇ અને આ સંદર્ભમાં કેમરુને મનમોહનસિંહને તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.












Click it and Unblock the Notifications
