For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો નરેન્દ્ર મોદીનું સ્વાગત કરીશ: હાફિઝ સઇદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જુલાઇ: મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકી હાફિઝ સઇદને ભલે પકડવામાં ભારતીય અને વિદેશી એજન્સીઓ નિષ્ફળ સાબિત થઇ હોય પરંતુ વરિષ્ઠ ભારતીય પત્રકાર વેદ પ્રતાપ વૈદિકે તેની સાથે ખાસ મુલાકાત લીધી છે.

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર શેર થઇ રહેલા ફોટોગ્રાફથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે બંનેની વચ્ચે ખૂબ જ સવાલ-જવાબ થયા છે. વૈદિક થોડા દિવસ પહેલા પાકિસ્તાન પ્રવાસે ગયા હતા અને આ દરમિયાન લાહૌરમાં તેમણે હાફિઝ સઇદ સાથે પણ મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં હાફિઝ સઇદે નરેન્દ્ર મોદીને વ્યક્તિ તો ગણાવ્યા પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું કે જો ભારતના વડાપ્રધાન પાકિસ્તાન આવશે તો તે તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છું.

વેદ પ્રતાપ વૈદિકે ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં સંપૂર્ણ મુલાકાત વિશે જણાવ્યું. જે સમયે લાહૌરમાં વૈદિકે હાફિઝ સઇદ સાથે મુલાકાત કરી તે સમયે ત્યાં કોઇ પણ હાજર ન્હોતું. બંનેની વચ્ચે વાતચીત લગભગ એક કલાક ચાલી. એક નજર નાખીએ વૈદિકની સાથે મુલાકાતમાં હાફિઝ સઇદે શું-શું કહ્યું.

શું કહ્યું સઇદે વાંચો આખો ઇન્ટર્વ્યૂ...

ભારતના કારણે હું આતંકવાદી બન્યો

ભારતના કારણે હું આતંકવાદી બન્યો

વૈદિકે આ ઇંટરવ્યૂમાં જણાવ્યું કે હાફિઝ સઇદે આક્રોષમાં જણાવ્યું કે ભારતના મીડિયાએ જ તેમને આતંકવાદી બનાવી દીધો છે. સઇદ અનુસાર ભારતના પ્રોપેગેંડાના કારણે અમેરિકા અને બ્રિટેન પણ પ્રભાવિત છે. આ પ્રોપેગેંડાના કારણે તેને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

નવાઝ શરીફ કરતા વધારે સુરક્ષામાં સઇદ

નવાઝ શરીફ કરતા વધારે સુરક્ષામાં સઇદ

વૈદિક તરફથી આ ઇંટર્વ્યૂમાં જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર હાફિઝ સઇદ પાકિસ્તાનમાં સંપૂર્ણ રીતે સ્વતંત્રરીતે ફરતો રહે છે. વૈદિક અનુસાર સુરક્ષા પાક વડાપ્રધાન નવાઝ શરીફને પણ નથી, તેના કરતા બેગણી વધારે સુરક્ષા પાકિસ્તાનમાં સઇદને મળેલી છે. તેમણે જણાવ્યું કે સઇદ લાહૌરની એક ગીચ વસ્તીમાં રહે છે અને તેમની આસપાસ એટલા બધા બંદૂકધારી ખડેપગે હતા કે કોઇ પણ તેમને ટચ પણ ના કરી શકે. માત્ર એટલું જ નહીં તે લાહૌરમાં જ્યાં ઇચ્છે છે ત્યાં પોતાની સભા કરે છે.

ખુદાની સોગંધ હું આતંકવાદી તૈયાર નથી કરતો

ખુદાની સોગંધ હું આતંકવાદી તૈયાર નથી કરતો

પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં આતંકી કેમ્પ ચલાવનાર અને ભારતમાં આતંકવાદીઓની ગતિવિધિયો ફેલાવનાર હાફિઝ સઇદે ઇંટરવ્યૂમાં તે તમામ વાતોને રદિયો આપી દીધો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ભારતની વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. સઇદે જણાવ્યું કે ખુદાની સોગંધ, હું એવું કંઇ નથી કરતો. સઇદે અત્રે એ દલીલ પણ રજૂ કરી કે તેને આ મામલામાં લાહૌર હાઇકોર્ટે પણ આરોપ મુક્ત કરી દીધો છે.

મોદી ખતરનાખ પરંતુ સ્વાગત કરવા માટે તૈયાર

મોદી ખતરનાખ પરંતુ સ્વાગત કરવા માટે તૈયાર

વૈદિક તરફથી આપવામાં આવેલી જાણકારી પર વિશ્વાસ કરીએ તો હાફિઝ સઇદે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ એશિયા માટે એક ખતરનાક વ્યક્તિ ગણાવ્યા. સઇદે વૈદિકને જણાવ્યું કે નરેન્દ્ર મોદી એક એવા ખતરનાક વ્યક્તિ છે જેના કારણે દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલાશે. સઇદે એ પણ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાન આવશે તો હું તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છું.

રોપડ સાથે ગાઢ સંબંધ છે

રોપડ સાથે ગાઢ સંબંધ છે

હાફિઝ સઇદે આ મુલાકાતમાં પોતાના ભારત કનેક્શનને ગાઢ ગણાવ્યું છે. સઇદે વૈદિકને જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિ એક જેવી છે.
સઇદના જણાવ્યા અનુસાર તેમની માતા હરિયાણા અને પંજાબની વચ્ચે આવેલા એક ગામ રોપડથી હતી. અત્રે તે ગર્ભવતી થઇ પરંતુ ભાગલા સમયે તેમને ભાગવું પડ્યું અને તેમનો જન્મ પાકિસ્તાનમાં માર્ચ 1948માં થયો.

ભારત આવવાની ઇચ્છા

ભારત આવવાની ઇચ્છા

વૈદિકે આ ઇંટર્વ્યૂમાં જણાવ્યું કે હવે તેમણે સઇદને કહ્યું કે ભારતના હજારો લોકો તેની ગતિવિધિયોના કારણે તેને ઘૃણાની નજરથી જુવે છે. તેણે જણાવ્યું કે તે ઇચ્છે છે કે દિલ્હી અથવા મુંબઇ ક્યાંય પણ લોકોને બોલાવવામાં આવે, જ્યાં આવીને તે તેમની ગફલત દૂર કરશે.

English summary
Controversy over the meeting between Hafiz Saeed and senior journalist Ved Pratap Vaidik in Lahore. While Vaidik talked about the things discussed between him and Lashkar Chief in this meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X