IAF Fighter Jet Crash : હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ
IAF Fighter Jet Crash : ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર એરક્રાફ્ટ હરિયાણાના પંચકુલામાં ક્રેશ થયું છે. વાયુસેનાના આ વિમાને અંબાલા એરબેઝથી પ્રશિક્ષણ ઉડાન માટે ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેનાના અધિકારી અનુસાર, પાયલટ વિમાનમાંથી સલામત રીતે બહાર નીકળી ગયો હતો. ઘટનાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, પાયલટે વિમાન વસ્તીવાળા વિસ્તારોથી દૂર લઈ ગયો અને ત્યાર બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. પાયલટને તબીબી તપાસ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગયા મહિને જ એક ટ્વીન-સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ મધ્યપ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયું હતું, જેમાં બંને પાયલટ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.
આ પહેલા નવેમ્બર 2024 માં પણ એક મિગ -29 ફાઇટર એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીને કારણે ઉત્તર પ્રદેશના આગ્રા નજીક ક્રેશ થયું હતું, જેમાં પણ પાયલટનો બચાવ થયો હતો.
આ દુર્ઘટનાની પાછળના સચોટ કારણો જાણવા માટે ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. એરફોર્સ અને રક્ષણ મંત્રાલય તરફથી વધુ માહિતી મેળવાઈ રહી છે.
ભારત માટે આ પ્રકારની દુર્ઘટનાઓ સુરક્ષાને લઈને ચિંતાજનક છે અને તેનો ઉકેલ લાવવા માટે વધુ સાવચેતી ભરવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
