ભાજપ જીતશે તો પણ મોદીને પીએમ નહી બનાવે: દિગ્વિજય
ભોપાલ, 27 જાન્યુઆરી: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં જો ભાજપ જીતી પણ જશે, તો પણ તે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહી બનાવે. તેમનો અંદાજો ખોટો પણ હોઇ શકે છે, પરંતુ તેમને એવું લાગે છે.
દિગ્વિજય સિંહે 'ભાષા'ને કહ્યું હતું કે 'હું ખોટો હોઇ શકું છું, પરંતુ મને એવું લાગે છે કે ભાજપ આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં જીતી પણ જશે, તો પણ તે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહી બનાવે.' તેમને દાવો કર્યો છે કે ઘણીવાર તેમને જે કહ્યું છે કે, તે સાચું સાબિત થયું છે અને ઘણી ઓછીવાર તેમની વાત ખોટી ગણવામાં આવી છે.

એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે એવું કારણ નથી કે કોંગ્રેસને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીથી ડરવું પડે અથવા ભયભીત થવાની પરિસ્થિતી પેદા થાય. તેમને કહ્યું હતું કે કોંગ્રેસને નરેન્દ્ર મોદીથી ડરવાની શું જરૂરિયાત છે. તેમનાથી જો કોઇએ ડરવું જોઇએ તો તે ફક્ત ભાજપ અને તેમના નેતાઓએ ડરવું જોઇએ. દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે તેમનો મત એટલા માટે છે કે ભાજપના નેતાઓની એક મોટી યાદી છે જેમને નરેન્દ્ર મોદીએ એક સમયે હેરાન કર્યા હતા.












Click it and Unblock the Notifications
