તેલંગાણામાં બીઆરએસની સરકાર બની તો બેઘર લોકોને મળશે 2 BHK આવાસઃ કેટીઆર
Telangana Assembly Election 2023: રાજ્ય સરકારમાં મંત્રી બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટીઆરે ચોપ્પાડાંડી ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી. મંચ પરથી બોલતા તેમણે જણાવ્યું હતું કે બીઆરએસ સરકારના છેલ્લા સાડા નવ વર્ષના કાર્યકાળમાં રાજ્યમાં ઝડપી વિકાસ થયો છે.
કેટીઆરએ વચન આપ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ બેઘર નહીં રહે. આગામી સમયમાં રાજ્યમાં બીઆરએસની સરકાર બનશે તો બેઘર અને આર્થિક રીતે નબળા લોકો માટે ડબલ બેડરૂમના મકાનો બનાવવામાં આવશે.

ચોપ્પાડાંડીમાં બીઆરએસની ચૂંટણી રેલી દરમિયાન કેટી રામારાવે કોંગ્રેસ પર આકરુ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેલંગાણાના વિકાસમાં અવરોધો ઉભા કરતી રહી. કેટીઆરે આરોપ લગાવ્યો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મુશ્કેલીમાં મુકાઈ જશે. બીઆરએસના શાસન દરમિયાન તેલંગાણાનો ઝડપથી વિકાસ થયો છે.
કેટીઆરએ દાવો કર્યો હતો કે તેલંગાણાએ વિવિધ કલ્યાણકારી યોજનાઓની રજૂઆત સાથે છેલ્લા સાડા નવ વર્ષમાં તમામ મોરચે જબરદસ્ત વિકાસ નોંધાવ્યો છે. ચોપ્પાડાંડીમાં બીઆરએસના રોડ શો દરમિયાન કેટી રામારાવે કોંગ્રેસને નિશાના પર લઈને ટીપીસીસી અધ્યક્ષ રેવંત રેડ્ડી પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ માને છે કે કૃષિ ક્ષેત્ર માટે ત્રણ કલાકનો વીજ પુરવઠો પૂરતો છે. કોંગ્રેસના નેતા 10 એચપી પંપ સેટનું સમારકામ કરીને પાણી આપવા માંગતા હતા. બીઆરએસ નેતાએ પૂછ્યું કે કેટલા ખેડૂતો પાણી ખેંચવા માટે 10 HPની મોટર લગાવશે.
કેટીઆરએ કહ્યું કે સત્ય એ છે કે કોંગ્રેસ ખેડૂતોને વીજળી આપવા માંગતી ન હતી. કેટીઆરે લોકોને મતદાન કરતા પહેલા ગંભીરતાથી વિચારવા કહ્યું. કેટીઆરએ કહ્યું કે જો તેલંગાણાના લોકો પર્યાપ્ત વીજ પુરવઠો ઇચ્છતા હોય તો કોંગ્રેસ સરકારને રાજ્યમાં સત્તામાં આવવા દેવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં હશે તો ફરીથી વીજ પુરવઠો બગડશે.












Click it and Unblock the Notifications
