પીએમ મોદી તો શું ઈંગ્લેન્ડ પણ કોંગ્રેસ મુક્ત ભારત નથી કરી શક્યુ-રાહુલ ગાંધી

આવનારી લોકસભા ચૂંટણીનો શંખ ફુંકાઈ ગયો છે અને વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી ગઈ છે ત્યારે હવે રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. મુંબઈમાં યોજાઈ ગયેલી ઈન્ડિયાની બેઠક બાદ રાજનીતિ ગરમાઈ છે.

2024ની વિધાનસભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષોએ બે દિવસ મુંબઈમાં આગામી રણનીતિ પર ચર્ચા કરી છે. આ બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના 28 રાજકીય પક્ષોએ 2024ની ચૂંટણીમાં બીજેપીનો મુકાબલો કરવા પર વિચાર વિમર્શ કર્યો. અહીં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમને લાગે છે કે ગૌતમ અદાણી સાથેના તેમના સંબંધો ભારતને કોંગ્રેસ મુક્ત બનાવી શકે છે, પરંતુ જ્યારે ઈંગ્લેન્ડ ભારતને કોંગ્રેસ મુક્ત ન કરી શક્યું તો પીએમ મોદી આ કેવી રીતે કરશે? સાચું કહું તો કોંગ્રેસે જ ઈંગ્લેન્ડને અમેરિકા પાછું મોકલી દીધું.

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ન્યૂઝ પેપરના એક અહેવાલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમાચારમાં એક અબજ ડોલરનું નાણું ભારતની બહાર જઈને ભારતમાં પાછુ પ્રવેશ્યું છે. PM ભારતમાં G20નું આયોજન કરી રહ્યા છે, આ ભારતની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી બાબત છે.

અહીં રાહુલ ગાંધીએ સલાહ આપી કે, પીએમને કહેવું જોઈએ કે તે તપાસ કરાવશે, જો તે તપાસ નહીં કરાવે તો આખા દેશને ખબર પડશે કે તપાસ નથી થઈ રહી.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, મંચ પરના નેતાઓ ભારતના 60 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને જો આપણે સાથે ચૂંટણી લડીશું તો બીજેપીની હાર નિશ્ચિત છે. INDIA ગઠબંધન આગામી ચૂંટણીમાં બીજેપીને સરળતાથી હરાવી દેશે. અહીં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે બીજેપી ગરીબો પાસેથી પૈસા છીનવે છે અને ત્રણ લોકોને આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X