• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

India China Border talks: 'ભારત-ચીન વચ્ચે LAC સ્પષ્ટ નહિ થાય તો સ્થિતિ LOC જેવી થઈ જશે'

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર તણાવને પૂરો એક મહિનો થઈ ચૂક્યો છે. આજે બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ મુદ્દાને ઉકેલવા માટે લદ્દાખના ચુશુલમાં મુલાકાત કરવાના છે. આ દરમિયાન પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર્ડ) વીપી મલિકે કહ્યુ છે કે જો જલ્દી એલએસીની ઓળખ કરવામાં નહિ આવે અથવા ફરીથી તેને સ્પષ્ટ કરવામાં નહિ આવે તો પછી અહીં પણ પાકિસ્તાન પાસેની લૈાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) જેવી સીમા રેખા જેવી સ્થિતિ બની શકે છે. જનરલ મલિકે આ વાત ઈંગ્લિશ ડેઈલી ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહી છે.

22 બેઠકો બાદ પણ કોઈ ઉકેલ નહિ

22 બેઠકો બાદ પણ કોઈ ઉકેલ નહિ

જનરલ મલિકે સન 1999માં થયેલી કારગિલના યુદ્ધ સમયે સેના પ્રમુખ હતા. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે છેલ્લા ત્રણ દાયકાથી બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવા માટે વિશેષ પ્રતિનિધિઓની આગેવાનીમાં 22 સત્રવાળી મુલાકાત થઈ ચૂકી છે. ત્યારબાદ પણ આપણે ચીનને અંતિમ સીમા રેખા નક્કી કરવા માટે રાજી કરી શક્યા નથી. તેમણે કહ્યુ કે અત્યાર સુધી વિવાદિત ભાગો પર કોઈ રજામંદી બનતી દેખાઈ રહી નથી. તેમની માનીએ તો જ્યાં સુધી એલએસી અને વિવાદિત ભાગોની રૂપરેખા રજૂ કરવામાં નહિ આવે, લદ્દાખ જેવા ટકરાવ જાણીજોઈને કે દૂર્ઘટનાવશ થતા રહેશે. તેમણે જણાવ્યુ કે ભારત અને ચીને સન 1993માં એક સમજૂતી સાઈન કરી હતી અને ત્યારબાદથી પાંચ સમજૂતી અને મિલિટ્રી સ્તરના પ્રોટોકૉલ નક્કી કરાયા છે. જેથી એલએસી પર પરસ્પર ભરોસાને જાળવી શકાય. પરંતુ વર્તમાન ઘટનાઓ બાદ તો એ ઈશારો મળે છે આ મંત્ર હવે વધુ પ્રભાવી નથી.

LOCની જેમ LAC પર પણ તૈનાત કરવા પડશે જવાન

LOCની જેમ LAC પર પણ તૈનાત કરવા પડશે જવાન

જનરલ મલિકની માનીએ તો એલએસી અને વિવાદિત ભાગોની રૂપરેખા જો જલ્દી નક્કી નહિ થાય તો પછી ભારત અને ચીનને એલએસી પર વધુ સેનાઓ તૈનાત કરવી પડશે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન સાથેની એલઓસી પર જે રીતે ભારે સંખ્યામાં જવાન તૈનાત થાય છે એ રીતે ચીન પાસેની એલએસી પર પણ જવાન તૈનાત કરવા પડશે. તેમને ઈન્ટવ્યુમાં પૂછવામાં આવ્યુ કે શું એલએસી પર કોઈ ચીની જવાને ભારતીય સીમામાં કોઈ ઘૂસણખોરી કરી છે તેના પર તેમણે જવાબ આપ્યો કે એલએસી પર કોઈ પણ પ્રકારની ઘૂસણકોરી અને પછી તેને બચાવવાની કોશિશ કરવી કબ્જામાં જ આવશે. તેના મુજબ પેંગોંગ ઝીલની ઉત્તરમાં પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનોએ વિવાદિત ભાગમાં ઘૂસણખોરી કરી છે કે જે ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેની છે અને અહીં બંને દેશોના જવાન પેટ્રોલિંગ કરે છે.

ચીન-પાકિસ્તાનનુ ગઠબંધન હશે ઘાતક

ચીન-પાકિસ્તાનનુ ગઠબંધન હશે ઘાતક

તેમનુ કહેવુ છે કે ગલવાન ઘાટીમાં પણ ચીની જવાનોએ શ્યોક નદીથી એલએસી સુધીના રસ્તા પર પૉઝિશન લઈ લીધી છે. એવામાં ભારતના જવાન એલએસી સુધી પેટ્રોલિંગ નથી કરી શકતા. જનરલ મલિકના જણાવ્યા મુજબ આક્રમક ચીન જે લદ્દાખ સીમાને ઘટતુ-વધારતુ રહે છે, તે કારાકોરમ પાસ પર પણ નિયંત્રણ લઈ શકે છે. સાથે જ ત્યારબાદ કારાકોરમ પાસ અને શક્સગમ વેલી વચ્ચેનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવી શકે છે. આના કારણે ચીને જે અક્સાઈ ચીન પર કબ્જો કરી રાખ્યો છે તેને સુરક્ષિત કરશે. સાથે જ પશ્ચિમી તિબ્બતને તે શક્શગમ ઘાટીથી જોડવાની કોશિશ કરી શકે છે. આ ઉપરાંત સિયાચિન ગ્લેશિયર પણ પાકિસ્તાન-ચીનની ગઠબંધનના કારણે ખતરો વધી શકે છે.

3,488 કિલોમીટરની LAC પર અલગ અલગ દાવા

3,488 કિલોમીટરની LAC પર અલગ અલગ દાવા

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં સ્થિતિ જેમની તેમ બનેલી છે. હવે લાઈન ઑફ એલએસી પર ચાલી રહેલ વિવાદને ઉકેલવા માટે આજે ભારત અને ચીનની સેનાઓના લેફ્ટનન્ટ જનરલ પરસ્પર મીટિંગ કરશે. ભારત અને ચી વચ્ચે વિવાદ ઘણીવાર લદ્દાખમાં સ્થિત પેંગોંગ ત્સો ઝીલ વિસ્તાર આસપાસ જ થાય છે. આ વખતે પરમાણુ શક્તિઓથી લેસ બે એશિયાઈ પડોશીઓ વચ્ચે સ્થિતિઓ ગંભીર છે. એલએસી ત્રણ સેક્ટર્સમાં વહેંચાયેલુ છે જેમાં પહેલા છે અરુણાચલ પ્રદેશથી લઈને સિક્કિમ સુધીનો ભાગ, મધ્યમાં આવે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ભાગ અને પશ્ચિમ સેક્ટરમાં આવે છે લદ્દાખનો ભાગ. ભારત, ચીન સાથેની એલએસી લગભગ 3,488 કિલોમીટર પર પોતાનો દાવો કરે છે જ્યારે ચીનનુ કહેવુ છેકે આ બસ 2000 કિલોમીટર સુધી જ છે.

જાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહજાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહ

English summary
'if LAC not marked soon, build-up like on LoC likely.' said Ex Army chief VP Malik.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X