મોદીના વડાપ્રધાન બનવાથી નહીં બદલાય ભ્રષ્ટ સિસ્ટમ: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: તાજેતરમાં દિલ્હીની મુખ્યમંત્રીની ખુરશીને ઠોકર મારનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આઇબીએન સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી 50 બેઠકો જીતીને લાવશે. કેજરીવાલનું કહેવું છે કે લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી હાલ તૈયાર નથી.

જોકે અરવિંદ કેજરીવાલે માન્યું કે દેશમાં મોદીની લહેર છે, પરંતુ સાથે સાથે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોદીના વડાપ્રધાન બનવાથી દેશના ભ્રષ્ટ સિસ્ટમમાં પરિવર્તન આવશે નહીં. કેજરીવાલે જાતે ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે હજી મને ખબર નથી કે હું ચૂંટણી લડીશ કે નહીં.

arvind kejriwal
જ્યારે અરવિંદે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલને કોંગ્રેસના એજન્ટ કહેવા અયોગ્ય ગણાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આપના પ્રવક્તા આશુતોષે થોડાંક દિવસ પહેલા જ એલજીને કોંગ્રેસના એજન્ટ કહ્યા હતા.

જોકે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ નજીબ જંગને એક સારા માણસ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ પર તેમની પાર્ટી તરફથી થઇ રહેલા પ્રહારો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ઉપરાજ્યપાલ હોવાના નાતે તેમની પોતાની મજબૂરીયા છે અને તેના માટે તેમને કોંગ્રેસના એજન્ટ કહેવા અયોગ્ય છે.

English summary
If Modi become PM, corrupted system will not change: Arvind Kejriwal

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.