મોદી PM પદના ઉમેદવાર નહીં તો બીજેપીને સમર્થન નહીં: રામદેવ
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : યોગગુરુ બાબા રામદેવે આજે જણાવી દીધું છે કે માત્ર અમારું જ નહીં પરંતુ જનતાનું પણ કહેવું છે કે મોદી નહીં તો બીજેપીને સમર્થન નહીં આપીએ. તેમણે જણાવ્યું કે મોદી મહાનાયક છે અને જો ભારતીય જનતા પાર્ટી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે તો અમે તેમનું સમર્થન કરીશું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી આવશે તો રૂપિયાની કિંમતમાં વધારો થશે.
બાબાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીમાં પ્રદાનમંત્રી બનવાની કાબેલિયત છે અને તેમણે ગુજરાતનો વિકાસ કરીને આ વાતને સાબિત કરી છે. માટે જો દેશનો કાર્યભાર મોદીના હાથમાં સોંપવામાં આવશે તો દેશ ચોક્કસ વિકાસ કરશે. અને અમારું સમર્થન વિકાસને છે કોઇ પાર્ટીને નથી, માટે જો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર નહી કરાય તો અમે ભાજપને સમર્થન નહીં આપીએ.

રામદેવ બાબાએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર પ્રહાર કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી ઘોટાળા કરે છે અને પછી ફાઇલો ગૂમ કરી દે છે તો શું તેમને ઇમાનદાર કહીં શકાય? તેમણે જણાવ્યું કે દેશ ગરીબ નથી પરંતુ તેને સોનિયા ગાંધીએ સષયંત્ર રચીને ગરીબ બનાવ્યું છે.
રામદેવનું કહેવું છે કે બધા જ સાધુઓને એક જ ત્રાજવામાં તોલવા જોઇએ નહીં, સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે આસારામના નામ પર સાધુને બદનામ કરવા યોગ્ય નથી. રામદેવે જણાવ્યું કે સાધુઓ માટે આચારસંહિતા હોવી જોઇએ.












Click it and Unblock the Notifications
