For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેશિયલ ટ્રીટમેંટ જોઇએ તો 'વંદે માતરમ' બોલો નહીંતર પાકિસ્તાન જાવ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 માર્ચ: શિવસેનાએ મંગરવારે જણાવ્યું કે ભારતમાં રહેનારા મુસલમાનો જો વિશેષ સુવિધાઓ મેળવવા માંગતા હોય તો તેમણે પાકિસ્તાન જતું રહેવું જોઇએ. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં જણાવ્યું, 'જો મુસલમાન આ દેશ પાસેથી કંઇ ઇચ્છતા હોય તો પહેલા ભારતને પોતાની માતૃભૂમિ સ્વીકાર કરે અને 'વંદે માતરમ' બોલે.' કહેવામાં આવી રહ્યું છે કે 'સામના'માં પ્રકાશિત લેખ એક માર્ચના રોજ ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસલમીન પ્રમુખ અસદુદ્દીન ઔવૈસીના નાગપુરમાં આપવામાં આવેલા ભાષણની પ્રતિક્રિયા સ્વરૂપે આવી છે, જ્યાં તેમણે મહારાષ્ટ્રમાં મરાઠીઓની જેમ જ મુસલમાનોને પણ અનામત આપવાની માંગ કરી હતી.

શિવસેનાએ ઓવૈસીની વાત પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પોતાનું વલણ ફરી કહેતા જણાવ્યું કે અનામત નીતિ સામાજિક માપદંડો પર આધારિત હોવી જોઇએ, નહીં કે ધર્મના તર્જ પર. શિવસેનાએ જણાવ્યું કે 'ગરીબ મુસલમાનોને અનામત આપવું જોઇએ. એટલા માટે નહીં તેઓ મુસલમાન છે, પરંતુ એટલા માટે કે તેઓ ભારતના નાગરિક છે.' પાર્ટીએ તમામ લોકોને, ખાસ કરીને હિન્દુઓ અને મુસલમાનોથી એ વિચારધારાને અપનાવવાની અપીલ કરતા જણાવ્યું કે તેનાથી જ વોટબેંક અને આરક્ષણની રાજનીતિ ખતમ થઇ શકે છે અને દેશની પ્રગતિમાં મદદ મળી શકે છે.

uddhav thakeray
શિવસેનાએ જણાવ્યું કે 'ઓવૈસી કહી રહ્યા છે કે મરાઠી લોકોને આરક્ષણ મળ્યું છે, તો મુસલમાનોને પણ મળવું જોઇએ. આ કટ્ટર મુસલમાનોનો એ જ હિન્દુ વિરોધી વલણ છે, જેના કારણે ભારતના ભાગલા પડ્યા હતા, અને તેમણે પાકિસ્તાન બનાવ્યું હતું. પરંતુ હવે વધું નહીં.' સામનામાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું કે મુસલમાનોને સમાન નાગરિક સંહિતા સ્વીકાર કરવી પડશે, પરિવાર નિયોજન અપનાવવું પડશે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370ની માંગ છોડવી પડશે.

ઓવૈસીના ભાષણને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું શિવસેનાએ તેની તપાસ કરાવ્યાની માંગ કરી અને તેમણે મહારાષ્ટ્રમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે તો એ પ્રકારનું નિવેદન નથી આપ્યું. પાર્ટીએ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે આ મુદ્દા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

English summary
If the Muslim community in India want any special treatment as Muslims, they should go to Pakistan, the Shiv Sena warned in Mumbai on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X