મોદી બન્યા PM તો જશોદાબેનની વધી જશે મુશ્કેલીઓ..
નવી દિલ્હી, 8 મે: લોકસભા ચૂંટણીના પરિણામ આવવામાં થોડાક જ દિવસ બાકી છે. દેશ પોતાનો નિર્ણય કરી લેશે કે તે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેરમાં વહી ગયું છે અથવા તો તે ફરી એકવાર કોંગ્રેસનો હાથ થામ્યો છે. જો મોદીની લહેર કામ કરી ગઇ તો આવનારી સરકાર ભાજપની બનશે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાનની ખુરશી પર બિરાજમાન થશે. મોદીના વડાપ્રધાન બનવાથી લોકોને આશા છે કે તેમની મુશ્કેલીઓ સરળ થશે, પરંતુ તેમના વડાપ્રધાન બનવાથી એક જણની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનની.
મોદીએ વડોદરામાં પોતાના ઉમેદવારી પત્ર ભરતી વખતે આપેલા સોગંધનામામાં પત્ની તરીકે જશોદાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો. અત્યાર સુધી મોદી આ સંબંધનો ઇનકાર કરતા આવ્યા હતા, જોકે મોદીએ આ વખતે પહેલીવાર તેમને પત્ની માન્યા અને તેમનું નામ ઉમેદવારી પત્રમાં રજૂ કર્યું. મોદીની પત્નીનો દરજ્જો મળતો જ જશોદાબેનની સુરક્ષા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. આવામાં જો મોદી દેશના વડાપ્રધાન બને છે તો જશોદાબેનને અને તેમની માતા હીરાબેનને એસપીજીની સુરક્ષા મળશે, પરંતુ આ સુરક્ષા તેમના સાદા જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે.
જાણો મોદીના પરિવારને શું મુશ્કેલી પડી શકે છે...

જશોદાબેનને મળશે સુરક્ષા
મોદી જો વડાપ્રધાન બનશે તો તેમની પત્ની જશોદાબેન જે અત્યાર સુધી સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા હતા તેમને એસપીજી સુરક્ષા ઘેરામાં રહેવું પડશે.

હીરાબેનને પણ લેવી પડશે સુરક્ષા
મોદીન જો દેશના વડાપ્રધાન બન્યા તો અત્યાર સુધી અલગ અને સાદગીભર્યું જીવન વિતાવનાર તેમની માતા હીરાબેનને એસપીજી સુરક્ષા ઘેરાનો સામનો કરવો પડશે.

પીએમ સહિત તેમના પરિવારની સુરક્ષા
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ કાયદા અનુસાર વડાપ્રધાન પદની શપથ લેતા જ એસપીડી વડાપ્રધાન, તેમની પત્ની, બાળકો અને માતા-પિતાને સુરક્ષા ઘેરામાં લે છે.

સુરક્ષા ઘેરાને તોડવું સરળ નથી
મોદીના પીએમ બન્યા બાદ જો જશોદાબેન અને તેમની માતા હીરાબેન માટે સુરક્ષા ઘેરાની મુસીબતમાંથી બહાર નીકળવું સરળ નહીં બને. જો સુરક્ષા વિભાગે ખતરાના સંકેત મળ્યા તો કોઇ પણ સભ્ય સુરક્ષા ઘેરાનો ઇનકાર કરી શકશે નહીં.
સાદા જીવનમાં પડશે ખલેલ, માર્ગ સરળ નહીં બને. 40 વર્ષોથી પણ વધારે સાદુ અને અલગ અલગ જીવન જીવનાર જશોદાબેનને સુરક્ષા આપવાનો નિર્ણય સરકાર કરશે કે વડાપ્રધાનના પરિવારને એસપીજી સુરક્ષા કવચમાં રાખવામાં આવે કે નહીં.

સુરક્ષા ઘેરામાં રહેવું પડશે
મોદીના વડાપ્રધાન બન્યા બાદ જો સરકારને લાગશે કે જશોદાબેન અને હીરાબેનને એસપીજીની જરૂરત નથી તો સુરક્ષા સચિવ એસપીજીને સુરક્ષા હટાવવાનું કહી શકે છે. જો સરકારનું સુરક્ષા તંત્ર નક્કી કરે કે પીએમના નજીકના પરિવારવાળાને સુરક્ષા નથી જોઇતી તો અમે સુરક્ષા હટાવી શકીએ છીએ.

પીએમના સંબંધીઓ માટે અનિવાર્ય
સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારી અનુસાર સરકાર માટે આ નિર્ણય કરવો સરળ નથી. આતંકવાદ અને બીજા અન્ય આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અનુસાર વડાપ્રધાન અને તેમના નજીકના પરિવાર પ્રત્યે કોઇ જોખમ ઉઠાવી શકાય નહીં.

મોદી અને તેમના સંબંધીઓ
એસપીજી કાયદા અનુસાર વડાપ્રધાનની ખુરશી પર બેસ્યા બાદ પીએમ અને તેમના પરિવારને દસ વર્ષ સુધી કોઇ રોકટોક વગર સુરક્ષા મળશે.












Click it and Unblock the Notifications
