'જો મોદી હશે PM ઉમેદવાર, તો જ બનશે NDA સરકાર'

ઇન્ડિયા ટૂડે અને સીવોટરના નેશનલ ઓપિનિયન પોલ અનુસાર આવનાર ચૂંટણીમાં એનડીએ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હશે, જ્યારે યૂપીએને 90 બેઠકોનું નુકસાન ભોગવવું પડશે. પરંતુ એનડીએની જીતનો આંકડો ત્યારે વધી જશે જ્યારે નરેન્દ્ર મોદી તેની તરફથી પીએમ પદના ઉમેદવાર હશે.
પોલના પરિણામો કહે છે કે વર્ષ 2009 માં યોજાયેલ ચૂંટણીમાં 227 બેઠકો જીતનાર યૂપીએને આવતા વર્ષે 90થી 95 બેઠકોનું નુકસાન થઈ શકે છે. એનો અર્થ એ છે કે યૂપીએના ખાતામાં 132 બેઠકો જ આવી શકશે. યૂપીએના ઘટકદળોમાં પણ કોંગ્રેસને જ સૌથી વધારે 90 સીટોનું નુકસાન ઉઠાવવું પડશે. હાલમાં કોંગ્રેસની પાસે 206 બેઠકો છે, જ્યારે આવનાર ચૂંટણીમાં આ આંકડો ઘટીને 116 રહી જશે.
2009માં 9 બેઠકો પર જીત હાસલ કરનાર એનસીપીને પણ 3 બેઠકોનું નુકસાન થશે. ઓપિનિયન પોલમાં એ વાત એકદમ સ્પષ્ટ થઇ ગઇ છે કે આવનાર ચૂંટણીમાં બીજેપી હાલની તુલનાએ 21 બેઠકોના ફાયદા સાથે 137 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવશે.
મોદી ફેક્ટરનો જોવા મળશે જાદુ: મનમોહન સિંહ સરકારની 9 વર્ષોના પર્ફોમન્સના આધારે કરવામાં આવેલ આ પોલમાં મોદી ફેક્ટરનો પ્રભાવ પણ જોવા મળશે. પોલના પરિણામ અનુસાર જો એનડીએ નરેન્દ્ર મોદીને પોતાના પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કરે છે તો, મતોનું ધ્રુવીકરણ થશે. મતોના આ ધ્રુવીકરણનો ફાયદો બીજેપી અને કોંગ્રેસ બંનેને જ મળશે, તો પણ વધારે ફાયદો એનડીએને જ મળતો દેખાઇ રહ્યો છે. 2009માં 152 બેઠકો મેળવનાર એનડીએ જો મોદી વગર ચૂંટણી લડે છે તો માત્ર 27 બેઠકોનો ફાયદો કરી શકશે. જ્યારે મોદી પીએમ કેન્ડિડેટ બનશે તો એનડીએને સામાન્યથી 41 બેઠકો વધારે મળશે.
યૂપીએને પણ થશે ફાયદો: એવું નથી કે મોદીના પીએમ કેન્ડિડેટ બનવાથી એનડીએને જ ફાયદો થશે. યૂપીએને પણ તેનાથી ફાયદો મળી શકે છે. મોદીના પીએમ કેન્ડિડેટ બનવાથી યૂપીએને 23 સીટોનો ફાયદો થશે અને તેમની સીટોની સંખ્યા 155 થઇ જશે. પરંતુ એટલું નક્કી છે કે મોદીને પીએમ કેન્ડિડેટ નહી બનાવવાથી એનડીએને કોઇ ફાયદો નહી થાય.
અન્ય મોર્ચાઓ ઉઠાવશે ફાયદો: યૂપીએ અને એનડીએની લડાઇની વચ્ચે વાસ્તવિક ફાયદો અન્ય મોર્ચાઓ અને રીઝનલ પાર્ટિઓને મળતો દેખાઇ રહ્યો છે. આવનાર ચૂંટણીમાં જો મોદી ફેક્ટર નહી રહે તો આ ગંઠબંધનો ઉપરાંત બીજી પાર્ટીઓને 68 બેઠકોનો ફાયદો ઉઠાવી જશે. પરંતુ જો મોદી પીએમ પદના ઉમેદવાર બને છે તો આ પાર્ટીઓને સામાન્ય કરતા 64 બેઠકોનું નુકસાન થશે. એટલે કે વર્ષ 2009ની તુલનાએ અન્યના ખાતામાં માત્ર 4 જ બેઠકો વધારે જશે. આ ઓપિનિયન પોલથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોદી ફેક્ટર ચૂંટણીમાં મોટો ફેરબદલ કરવાની ક્ષમતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
