Video : આ એન્કરનું ચાલે તો સ્ટુડિયોમાં જ NDRF બોલાવી લે, એન્કરીંગ જોઈને હસી હસીને પાગલ થઈ જશો
મોદી સરકારની તાનાશાહી સામે ઘુંટણીયે પડેલુ દેશનુ મીડિયા નવા નવા ગતકડા કરીને મજાક બની રહ્યું છે. હવે આવા જ એક ગતકડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક તરફ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તો બીજી તરફ હિન્દી મીડિયાના એન્કર તેમાં પણ મનોરંજન શોધી રહ્યા છે. હલકી કક્ષાના એન્કરીંગ અને રિપોર્ટીંગ માટે જાણીતા હિન્દી મીડિયામાં હવે સ્પર્ધા ચાલી રહી છે કે કોણ સૌથી હલકી કક્ષાનું પ્રદર્શન કરે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ એન્કરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એન્કર હાથમાં છત્રી લઈને સ્ટુડિયોમાં વાવાઝોડાની જેમ ડોલતી જોવા મળી રહી છે. બિપોરજોય વાવાઝોડાના કવરેજના નામે ન્યૂઝ મીડિયાની આ હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વીડિયોમાં એન્કર હાથમાં છત્રી સાથે લાઈવ ઓન-એર ઝૂલતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેની પાછળ ઝાડનો વીડિયો ચાલી રહ્યો છે અને એન્કર તેની સાથે ઝૂલી રહી છે. પડોશી દેશોના પત્રકારોએ મસાલા ઉમેરવા માટે તેમના રિપોર્ટિંગમાં ઘણા ફેરફારો કર્યા છે. બીજી ક્લિપમાં એક પાકિસ્તાની પત્રકાર પાણીની ઊંડાઈ દર્શાવવા માટે પાણીમાં કૂદતો મારી રહી છે.
कोई स्टूडियो में NDRF टीम भी बुला लो। मतलब कुछ भी? 🤦♂️😭🤣#BiparjoyAlert #CycloneBiporjoy pic.twitter.com/cUDcdSvEpD
— Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) June 14, 2023
આ વીડિયો સામે આવ્યા બાદ એન્કરની આ ગંદી એન્કરીંગ ટ્રોલના નિશાને ચડી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધુ કે સ્ટુડિયોમાં જ એનડીઆરએફ બોલાવી લો.
જો કે આ પહેલી વખત નથી જ્યારે એન્કરના આવા ગતકડા સામે આવ્યા હોય. આ પહેલા પણ ઘણા એન્કરના આવા હલકી કક્ષાના પ્રદર્શન સામે આવી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
