જે વોટ ના આપે તેને બાંધીને લઇ આવો: યેદુરપ્પા
કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પહેલા બોજેપી અને કોંગ્રેસની જોરદાર તૈયારી ચાલી રહી છે. બંને પાર્ટીના મોટા નેતાઓ જોરદાર રેલીઓ કરી રહી છે.
કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પહેલા બોજેપી અને કોંગ્રેસની જોરદાર તૈયારી ચાલી રહી છે. બંને પાર્ટીના મોટા નેતાઓ જોરદાર રેલીઓ કરી રહી છે. આ વચ્ચે બીજેપી સીએમ ઉમેદવાર યુદુરપ્પા ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. યુદુરપ્પા ઘ્વારા પ્રચાર દરમિયાન કહેવામાં આવ્યું કે આરામ નહીં કરો. જો તમને લાગે છે કે કોઈ વોટ નથી આપી રહ્યું તો તેમના ઘરે જઈને તેના હાથ પગ બાંધ ને ભાજપના પક્ષમાં વોટ આપવામાં માટે લઇ આવો.

બીજેપી ને નુકશાન થઇ શકે છે
યેદુરપ્પા ઘ્વારા આ નિવેદન કિંટૂર સીટથી બીજેપી કેન્ડિડેટ મહેનતેષ ડોંડાગોદાર માટે પ્રચાર દરમિયાન આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે બીજેપી ઉમેદવાર યેદુરપ્પાના આવા નિવેદન થી ભાજપને નુકશાન થઇ શકે છે. યેદુરપ્પા ઘ્વારા લોકોના અધિકારનું હનન કરવા જેવું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો
કોંગ્રેસે આ વિવાદિત નિવેદન માટે યુદુરપ્પા પર જોરદાર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે યેદુરપ્પા ઘ્વારા બીજેપીના પક્ષમાં વોટ નહીં આપનાર લોકોને સાર્વજનિક રીતે ધમકી આપી છે. તેમનું જણાવ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માન કરવાનો દાવો કરનાર બીજેપી પાર્ટી તરફ થી આવું નિવેદન ચોંકાવનારું છે.

કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન
224 વિધાનસભા સીટ ધરાવતા કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન છે અને 15 મેં દરમિયાન તેનું પરિણામ આવશે. રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પોતાની સત્તા બચાવવા માટે કામ કરી રહી છે. જયારે બીજેપી ફરી એકવાર સત્તામાં આવવા માટે કમર કસી રહી છે.












Click it and Unblock the Notifications
