'બંધારણ બચાવવુ હોય તો મોદીની હત્યા માટે તત્પર રહો', કોંગ્રેસ નેતા રાજા પટેરિયાનુ વિવાદિત નિવેદન
મધ્ય પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેનાથી હોબાળો મચી ગયો છે.
એક કોંગ્રેસ નેતાએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે એવુ નિવેદન આપ્યુ છે જેનાથી હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાજા પટેરિયાએ પીએમ નરેન્દ્ર મોદીને મારવાની વાત કહી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, હોબાળો મચ્યા બાદ રાજા પટેરિયાએ પોતાની સફાઈમાં કહ્યુ કે તેમના નિવેદનનો અર્થ પીએમ મોદીને હરાવવાનો હતો. ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધીને ઘેર્યા અને કહ્યુ કે કોંગ્રેસની અસલી વિચારધારા આ જ છે, આ પાર્ટી મુસૌલિનીની વિચારધારા પર ચાલે છે, મહાત્મા ગાંધીની વિચારધારા પર નહિ.

તમને જણાવી દઈએ કે રાજા પટેરિયાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં એ કહી રહ્યા છે કે, 'મોદી ધર્મ-જાતિ-ભાષાના આધારે વહેંચી દેશે. દલિતોને વનવાસ પર મોકલી દેશે, આદિવાસીઓ અને લઘુમતીઓનુ ભાવિ જોખમમાં છે. બંધારણ બચાવવુ હોય તો મોદીની હત્યા કરવા માટે તત્પર રહો.'
રાજા પટેરિયાના નિવેદનનો વીડિયો શેર કરતા મધ્ય પ્રદેશ ભાજપ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યુ, 'કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી ગઈ. કોંગ્રેસના નેતા રાજા પટેરિયા ખુલ્લેઆમ વડાપ્રધાન મોદીને મારવાની વાત કરી રહ્યા છે. આ વીડિયો સાંભળો, શરમ આવવી જોઈએ. આટલી નફરત. રાહુલજી જવાબ આપો. પંકજ ચતુર્વેદીએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા છે.
कांग्रेस की असली मानसिकता सामने आयी कांग्रेस के नेता राजा पटेरिया खुलेआम प्रधानमंत्री मोदी जी की हत्या की बात कर रहे हैं ।ज़रा सुनिए इस वीडियो शर्म आना चाहिए। इतना द्वेष । राहुल जी उत्तर दीजिए। @RahulGandhi pic.twitter.com/y5jVWWPNZs
— Pankaj Chaturvedi (@pankajc4bjp) December 11, 2022












Click it and Unblock the Notifications
