For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET અને JEE(MAIN) પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે

લૉકડાઉના કારણે ટાળવામાં આવેલ NEET અને JEE(MAIN)ની એક્ઝામ અંગે સરકાર તરફથી મંગળવારે મહત્વની ઘોષણા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલ લૉકડાઉના કારણે ટાળવામાં આવેલ NEET અને JEE(MAIN)ની એક્ઝામ અંગે સરકાર તરફથી મંગળવારે મહત્વની ઘોષણા કરવામાં આવી છે. જેઈઈ પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈ વચ્ચે આયોજિત કરવામાં આવશે. વળી, નીટ પરીક્ષા 26 જુલાઈના રોજ આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે નિશંક વેબિનારમાં આ વિશે માહિતી આપી.

નીટની પરીક્ષા 26 જુલાઈનો રોજ આયોજિત થશે

નીટની પરીક્ષા 26 જુલાઈનો રોજ આયોજિત થશે

મંગળવારે બંને એક્ઝામની ડેટનુ એલાન માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કર્યુ. તેમણે જણાવ્યુ કે જેઈઈ મેઈનની પરીક્ષા 19 જુલાઈથી 23 જુલાઈ વચ્ચે આયોજિત કરવામાં આવશે. વળી, નીટની પરીક્ષા 26 જુલાઈએ આયોજિત થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)એ કોરોના વાયરસના કારણે એપ્રિલમાં આયોજિત થતી જેઈઈ મેઈનની પરીક્ષા અને બાદમાં નીટની પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી હતી.

દેશભરમાં 15 લાખથી વધુ છાત્રોએ આ વર્ષે નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ

દેશભરમાં 15 લાખથી વધુ છાત્રોએ આ વર્ષે નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ

તમને જણાવી દઈએ કે જેઈઈ મેઈન પરીક્ષા પહેલા 5, 7 અને 11 એપ્રિલે ઑનલાઈન થવાની હતી પરંતુ કોરોના વાયરસ લૉકડાઉનના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)એ ટાળી દીધી. એનટીએ નોટિસ જારી કરીને કહ્યુ હતુ કે જેઈઈ મેઈન અને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ બંને મેના અંતિમ સપ્તાહ સુધી ટાળી દીધી છે. દેશભરમાં 15 લાખથી વધુ છાત્રોએ આ વર્ષે નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જે ભારતમાં મેડીકલ કોલેજો માટે પ્રવેશ દ્વાર છે. 9 લાખથી વધુ છાત્રોએ જેઈઈ મેઈન્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેઈઈ મેઈન્સને જેઈઈ એડવાન્સ માટે ક્વૉલિફાય માનવામાં આવે છે.

છાત્રોએ નવી અપડેટ માટે અધિકૃત વેબસાઈટ સતત ચેક કરતા રહેવુ

સામાન્ય રીતે નીટના એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખને એક મહિના પહેલા જારી કરવામાં આવે છે. જો કે વર્તમાન સ્થિતિના કારણે આ સંભવ છે કે નીટ 2020ના એડમિટ કાર્ડ એક્ઝામથી માત્ર 10 દિવસ પહેલા અથવા અઠવાડિયા પહેલા જારી કરવામાં આવે. નીટ 2020 અધિકૃત વેબસાઈટ સતત ચેક કરતા રહેવુ

આ પણ વાંચોઃ ભારતમાં અત્યાર સુધી 11,91,946 સેમ્પલની થઈ તપાસઃ ICMRઆ પણ વાંચોઃ ભારતમાં અત્યાર સુધી 11,91,946 સેમ્પલની થઈ તપાસઃ ICMR

English summary
IIT JEE (Main) examination to be held on 18 to 23 July, NEET exam to be held on 26th July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X