હવે કોર્ટ પણ કહ્યું ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરો

Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ સહિત ચાર બીજા ભાજપ શાસિત રાજ્યોમાં, ગેરકાયદે કતલખાના બંધ કર્યા પછી. બિહાર પણ હવે આ પગલું લેવામાં આવ્યુ છે. પટના હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રોહતાસના તમામ ગેરકાયદેસર કતલખાનાને 6 અઠવાડિયાની અંદર બંધ કરો. જે પછી રોહતાસના બ્રિકમગંજ જિલ્લામાં પ્રશાસને 7 કતલખાના બંધ કરાવ્યા હતા. યુપી મુખ્યમંત્રી સત્તા હાથમાં લેતા યાગી આદિત્યનાથએ ગેરકાયદેસર ચાલનાર કતલખાનાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આની અસર પાસેના રાજ્ય બિહારમાં પણ હવે દેખાઇ રહી છે. અહીં પણ ગેરકાયદેસર ચાલનાર કતલખાનાઓમાં તાળું લટકાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગેરકાયદેસર ચાલનારા કતલખાનાઓને બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

slaughter

ફરિયાદ

પટના હાઇકોર્ટેએ રાજ્યમાં ગેરકાનૂની રીતે ચાલતા કતલખાના અંગે મળેલી ફરિયાદના આધારે એક આદેશ જાહેર કર્યો છે. કોર્ટે આ તમામ કતલખાના બંધ કરાવવા માટે પ્રશાસનને છ અઠવાડિયાનો સમય આપ્યો છે. દરમિયાન, રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ પ્રશાસને આશરે 4,000 ગેરકાયદેસર ચાલનારા કતલખાનાને બંધ કરાવ્યા છે.

આખા દેશમાં બંઘ કરો

યુપીમાં આ નિયમ લાગુ થયા પછી સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનએ પણ દેશમાં ચાલતા કતલખાનાને બંધ કરવાની વકીલાત કરી છે. "તેમણે કહ્યું કે કાનૂની-ગેરકાનૂની શું છે? દેશમાં પ્રાણીઓની હત્યા બંધ થવી જોઈએ. કોઈએ પણ પ્રાણીઓને ના કાપવા જોઇએ.

English summary
Illegal slaughter houses to be seized in six weeks directed patna high court
Please Wait while comments are loading...