બિહારમાંથી સંદિગ્ધ આતંકી દાનિશ પકડાયો

એનઆઇએએ જણાવ્યા પ્રમાણે પ્રતિબંધિત આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દિનનો આતંકી છે અને તે ઘણા સમયથી દેશમાં ઘણી આતંકી વારદાતોના આરોપી યાસીન ભટકલના સંપર્કમાં છે. યાસીન ભટકલ ઇન્ડિયન મુજાહિદ્દિનનો આતંકવાદી છે અને તેના પર દેશમાં ઘણા સ્થાને આતંકી ઘટનાને અંજામ આપવાના આરોપ છે. એનઆઇએને દાનિશની શોધખોળ ઘણા સમયથી હતી, તેથી દરભંગાના ચક્જોહરામાં દાનિશના ઘરમાં એનઆઇએ ઘણી વખત રેડ પાડી ચૂકી છે.
દાનિશના પાડોશી અનુસાર બે દિવસ પહેલા એનઆઇએની ટીમ દાનિશની શોધમાં ચક્જોહરા આવી હતી, પરંતુ દાનિશ ઘરે આવ્યો નહોતો. જ્યારે દાનિશ સોમવારે પોતાના ઘરે પહોંચ્યો તો તેના ઘરવાળાઓએ એનઆઇએને સૂચના આપી હતી.












Click it and Unblock the Notifications
