For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMનો આતંકવાદી અફઝલ ઉસ્માની મુંબઇની મકોકા કોર્ટમાંથી ફરાર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 સપ્ટેમ્બર : અમદાવાદ બ્લાસ્ટનો આરોપી આતંકવાદી અફજલ ઉસ્માની મુંબઇની મકોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) કોર્ટમાંથી ફરાર થઇ ગયો છે. અફજલ ઉસ્માનીને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, અફજલ ઉસ્માની કોર્ટમાંથી સુરક્ષા કર્મીઓને દગો આપી ફરાર થઇ ગયો છે. મહારાષ્ટ્રની એન્ટિ ટેરર સ્ક્વૉડ તેની શોધખોળ ચલાવી રહી છે.

આઇએમનો આતંકવાદી અફઝલ ઉસ્માની વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા અને સુરતમાં થયોલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. ઉસ્માનીની સાથે અન્ય 22 આરોપીઓ પર શુક્રવારે કોર્ટમાં આરોપ ઘડવામાં આવવાના હતા.

afzal-usmani-im-terrorist

કોર્ટમાં લાવ્યા બાદ ઉસ્માની પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો છે. પોલીસ તરત જ તેની શોધખોળ આરંભી છે. જો કે હજી સુધી ઉસ્માની અંગેનો કોઇ તાગ મેળવી શકાયો નથી. આથી તેની વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ જાહેર કરી દેવાયું છે.

ઉસ્માનીને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ચેક પોસ્ટ પર વાહનોની તપાસ પણ શરૂ કરી દીધી છે. ઉસ્માની આઇએમનો આતંકવાદી બન્યો તે પહેલા કાર ચોર હતો. ઇન્ડિયન મુજાહિદ્દીનના ઇમેઇલની તપાસમાં સૌથી પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉસ્માની કાર ચોરી કરીને અમદાવાદ અને સુરત મોકલી આપતો હતો. ત્યાર બાદ આ કારનો ઉપયોગ બોમ્બ વિસ્ફોટોમાં કરવામાં આવતો હતો. તેને ઉત્તર પ્રદેશમાંથી પકડવામાં આવ્યો હતો. આ અગાઉ પણ તેની ઘરપકડ કરવામાં આવી ત્યારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાંથી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ઉસ્માની સામે મુંબઇ અન્ડરવર્લ્ડ માટે કામ કરવાનો તેમજ 1996માં એક હત્યા કરવાનો પણ આરોપ લાગેલો છે. મુંબઇમાં ફાયરિંગ કરવાના અનેક કેસોમાં તેની સંડોવણી હોવાનું જાણવા મળે છે.

English summary
IM terrorist Afzal Usmani flees from Mumbai MCOCA court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X