For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભટકલનો ખુલાસો, નક્સલીઓની જેમ નેતાઓને નિશાનો બનાવશે IM

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : મે મહીનામાં છત્તીસગઢમાં દરભા ઘાટીમાં કોંગ્રેસ નેતાઓના કાફલા પર નક્સલવાદીઓના હુમલાની પદ્ધતિને ઇન્ડિયન મુઝાહિદ્દીન પણ અપનાવી શકે છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી યાસીન ભટકલ અને અસદૂલ્લાહ અખ્તરે પૂછપરછમાં આ પ્રકારનો ખૂલાસો કર્યો.
એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર આ ખુલાસા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને હાઇ એલર્ટ જારી કરી દીધું છે અને નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા જણાવ્યું છે.

સરકાર પાડવા માટે નેતાઓનું મરવું જરૂરી

સૂત્રો અનુસાર ઇન્ડિયન મુઝાહિદ્દીનની રણનીતિમાં પરિવર્તન આવ્યું છે. આઇએમને લાગે છે કે નાગરિકો પર હુમલાથી સરકાર સંકટમાં નથી આવતી. તેઓ હુમલામાં ઘાયલ અથવા મૃતકોને વળતર આપીને બચી જાય છે. જો નેતાઓ પર હુમલો કરવામાં આવશે, તો સરકારનું તંત્ર અને તેની વિશ્વનીયતા પર દાગ લાગશે.

ઇન્ડિયન મુઝાહિદ્દીને નક્કી કરી લીધું છે કે સરકાર ડગાવવા માટે નેતાઓનું મરવું જરૂરી છે. આ યોજનાને અંજામ આપવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીને માઓવાદીઓ સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રાજનૈતિક વાતાવરણ ગરમાઇ ગયું છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના પગલે ઇન્ડિયન મુઝાહિદ્દીને પોતાની આતંકવાદી રણનીતિમાં ફેરફાર કર્યો છે. આવામાં દેશના ગૃહ વિભાગે તમામ રાજ્ય સરકારોને એલર્ટ જારી કરી દીધું છે. તેમણે રાજ્યોને સૂચના આપી છે કે સુરક્ષા એજન્સીઓને દરેક રેલી પહેલા ખાસ સર્ચ ઓપરેશન ચલાવવા જોઇએ.

આ ઉપરાંત નેતાઓના કાફલાનો રૂટ પણ સુરક્ષિત કરવો જોઇએ. એલર્ટમાં રાજ્યોને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજનૈતિક સભાઓની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે. જેથી કોઇપણ શંકાસ્પદ પ્રક્રિયાને પકડી શકાય.

English summary
Now Indian Mujahideen will attack on political leader like Naxalist: Yasin Bhatkal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X