For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી અમુક કલાકમાં અહી આવી શકે છે તોફાન, આસામ-બિહારમાં વરસાદનું રૌદ્ર રૂપ, 20 ના મોત

સ્કાઈમેટ અનુસાર આગામી 24 કલાકમાં હરિયાણાના ઉત્તરી ભાગો સહિત બિહાર, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના કિનારાના ભાગો, દક્ષિણ કોંકણ કિનારાના ભાગોમાં મૂસળધાર વરસાદ થવાની આશંકા છે.

|
Google Oneindia Gujarati News

સ્કાઈમેટ અનુસાર આગામી 24 કલાકમાં હરિયાણાના ઉત્તરી ભાગો સહિત બિહાર, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના કિનારાના ભાગો, દક્ષિણ કોંકણ કિનારાના ભાગોમાં મૂસળધાર વરસાદ થવાની આશંકા છે. આના માટે સ્કાઈમેટે લોકોને સાવચેત રહેવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ હવે સલમાન ખાને પૂરી કરી 'બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજઆ પણ વાંચોઃ હવે સલમાન ખાને પૂરી કરી 'બૉટલ કેપ ચેલેન્જ', ફની અંદાજમાં આપ્યો મેસેજ

આગામી અમુક કલાકોમાં આ જગ્યાએ આવી શકે છે તોફાન

આગામી અમુક કલાકોમાં આ જગ્યાએ આવી શકે છે તોફાન

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી શહેર 204 મિમી વરસાદ સાથે ભારતમાં સૌથી વધુ વરસાદવાળુ સ્થળ રહ્યુ. ત્યારબાદ અગરતલામાં 119 મિમી, વિજયવાડામાં 119 મિમી, કૂચ બિહારમાં 111 મિમી અને સિલિગુડીમાં 105 મિમી વરસાદ નોંધવામાં આવ્યો.

ચોમાસાનો ભારે વરસાદ બન્યો અહીં આફત

ચોમાસાનો ભારે વરસાદ બન્યો અહીં આફત

તમને જણાવી કે દેશના ઘણા ભાગોમાં ચોમાસાનો ભારે વરસાદ આફત બની ગયો છે. દેશના ઘણા ભાગો હાલમાં પૂરની ચપેટમાં છે. નદીઓનું જળ સ્તર વધવાના કારણે આસામ અને બિહારના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. આસામમાં પૂરથી અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યા છે જ્યારે બિહારમાં પૂરથી મૃતકોનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આવનારા 24 કલાકોમાં આ બંને રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે.

બિહારના 6 જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર

બિહારના 6 જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર

બિહારમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. નેપાળના તરાઈ વિસ્તાર અને ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં થયેલા વરસાદથી કમલા, બાગમતી, ગંડક, બુઢી ગંડક અને કોસી નદીઓ છલકાઈ રહી છે જેના કારણે હાલમાં બિહારના 6 જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. કમલાના જળસ્તરમાં ભારે વૃદ્ધિ સાથે મધુબનીના જયનગરમાં સ્થિતિ ભયાનક છે જ્યાં કમલાના તટબંધ તૂટી ગયો છે. આ તરફ કોસીના જળસ્તરમાં વધારો સતત ચાલુ છે. આના કારણે મોડી રાતે વીરપુર બેરેજના બધા 56 ફાટક ખોલી દેવામાં આવ્યા છે.

વિભાગ સંપૂર્ણપણે એલર્ટ છે

વિભાગ સંપૂર્ણપણે એલર્ટ છે

ભારતીય હવામાન વિભાગે આજે પણ બિહારમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરી છે. રાજ્યના ઘણા સ્થળોએ રેલ્વે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પ્રભાવિત જિલ્લાઓની શાળા અને કોલેજ બંધ રાખવામાં આવી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કહ્યુ કે રાજ્યના છ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા અને કિશનગંજના વિસ્તારોમાં પૂરનુ પાણી પ્રવેશી ચૂક્યુ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તેમણે કહ્યુ કે વિભાગ સંપૂર્ણપણે એલર્ટ છે.

English summary
Heavy rainfall has paralyzed normalcy of life in Bihar, Assam, Meghalaya, Sikkim and parts of West Bengal.20 dead as floods hit India's Bihar state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X