કેરળ અને પુડુચેરી સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતા 24 કલાક દરમિયાન કેરળ, માહે(પુડુચેરી)માં ભારે વરસાદ થવાની સંભાવના છે.
કોરોનાના કહેર વચ્ચે હવામાન પણ પોતાનુ તાંડવ બતાવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યો પર ચોમાસુ ચરમ પર છે. ભારતીય હવામાન વિજ્ઞાન (આઈએમડી)ના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં વિકરાળ ચોમાસુ પ્રવાહ બનવાના કારણે દક્ષિણપશ્ચિમી ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતા 24 કલાક દરમિયાન કેરળ, માહે(પુડુચેરી)માં ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી, દક્ષિણ પશ્ચિમના અમુક ક્ષેત્રોમાં પણ ભારે વરસાદ આવશે.

9થી 11 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને આસપાસના મેદાની વિસ્તારોમાં 9થી 11 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ સાથે ઉત્તર પશ્ચિમી ભારતમાં વરસાદની ગતિવિધિ 9 ઓગસ્ટથી વધવાની સંભાવના છે. વળી, બંગાળની ખાડીમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બનવાના કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

કેરળ અને પુડુચેરી સહિત આ રાજ્યોમાં પણ ભારે વરસાદ
આઈએમડી મુજબ નીચા દબાણનુ ક્ષેત્ર મધ્ય પ્રદેશના મધ્ય અને પશ્ચિમી ભાગ પર બનેલુ છે જે છત્તીસગઢ અને ઓરિસ્સા થઈને બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચી ગયુ છે. 9થી 12 ઓગસ્ટ દરમિયાન કેરળ અને પુડુચેરી સહિત આ રાજ્યોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

દિલ્લી-એનસીઆરમાં પણ ભારે વરસાદની સંભાવના
8 ઓગસ્ટે દિલ્લી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારના અમુક ભાગો, ઝારખંડ, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પૂર્વોત્તર ભારત, વિદર્ભ અને છત્તીસગઢના ક્ષેત્રોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. વળી, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના તટીય વિસ્તાર, ગુજરાત, કોંકણ ગોવા, તટીય કર્ણાટક, અંદમાન અને નિકબારમાં હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે.












Click it and Unblock the Notifications
