For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટે મહત્વના સમાચાર, સમય પહેલાં કેરળમાં દસ્તક આપી શકે Monsoon

ખેડૂતો માટે મહત્વના સમાચાર, સમય પહેલાં કેરળમાં દસ્તક આપી શકે Monsoon

|
Google Oneindia Gujarati News

દેશમાં હાલ વાવાઝોડું યાસ કહેર વરસાવી રહ્યું છે. એવામાં બધાને શંકા હતી કે વાવાઝોડાને પગલે ચોમાસું મોડું આવી શકે, હવે ભારતીય હવામાન ખાતાએ આ વિશે મહત્વના અપડેટ આપ્યા છે અને બધી જ શંકાઓ સમાપ્ત કરી દીધી છે. હવામાન ખાતાએ કહ્યું કે ચોમાસા પર વાવાઝોડાની અસર નહીં પડે, એનાથી ઉલટું વાવાઝોડું સમય પહેલાં જ કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે સાઉથ- વેસ્ટ મૉનસૂન 31 મેના રોજ કેરળ તટ પર ટકરાય શકે છે. જણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે 1 જૂને કેરળમાં મૉનસૂન પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી.

મૉનસૂનની સ્પીડમાં તેજી જોવા મળી

મૉનસૂનની સ્પીડમાં તેજી જોવા મળી

હવામાન વિભાગે કહ્યું કે મૉનસૂનની ગતિમાં તેજી જોવા મળી છે અને માલદીવ-કોમોરિનમાં આગળ વધ્યું છે, જેને જોયા બાદ લાગે છે કે 31 મે સુધી ચોમાસું કેરળમાં પહોંચી શકે છે. વિભાગે કહ્યું કે કેરળમાં પ્રી-મૉનસૂન પ્રક્રિયા પ્રારંભ પણ થઈ ગઈ છે, જ્યાં કેટલીક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. એર્નાકુલમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઈડુક્કી, પઠાનમથિટ્ટામાં પાછલા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ થયો.

સાઉથ- વેસ્ટર્ન મૉનસૂન 98 ટકા વરસાદ કરાવશે

સાઉથ- વેસ્ટર્ન મૉનસૂન 98 ટકા વરસાદ કરાવશે

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસાના 4 મહિના દરમિયાન દેશના બધા રાજ્યોમાં સારામા સારો વરસાદ થશે. હવામાન વિભાગ મુજબ આ વખતે સાઉથ- વેસ્ટર્ન મૉનસૂન દેશમાં 98 ટકા વરસાદ કરાવશે, જો કે આ વખતે પાછલા વર્ષની સરખામણીએ નોર્થ- ઈસ્ટમાં વરસાદ થોડો ઓછો થઈ શકે છે પરંતુ છતાં પણ અહીં સામાન્ય વરસાદ થશે.

સતત ત્રીજા વર્ષે સારું ચોમાસું રહેશે

સતત ત્રીજા વર્ષે સારું ચોમાસું રહેશે

હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે પણ મૉનસૂનને લઈ આવું જ કહ્યું હતું, સતત ત્રીજા વર્ષે દેશમાં સારું ચોમાસું રહેશે. જૂન-સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થશે. આ વર્ષે હેલ્ધી મૉનસૂન રહેશે અને અનુમાન મુજબ આ વર્ષ દેશમાં 103 ટકા વરસાદ થવાના અણસાર છે.

અહીં ભારે વરસાદની આશંકા

અહીં ભારે વરસાદની આશંકા

જો આજથી લઈ આગલા 24 કલાકની વાત કરીએ તો વાવાઝોડું યાસને પગલે ઓરિસ્સા, બંગાળ, ઝારખંડ, બિહાર અને યુપીના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ છે. બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં પણ તેજ વરસાદના અણસાર છે જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં તેજ પવન સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર છે. હવામાન વિભાગના એલર્ટ બાદ પ્રશાસને સામાન્ય રીતે ઘરેથી બહાર ન નીકળવાની અપીલ કરી છે.

English summary
IMD indicates monsoon will reach kerala on 31st may instead of 1 june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X