IMD Warning: દિવાળીમાં ખલનાયક બન્યો વરસાદ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ કોંકણ ગોવા, તટીય કર્ણાટક અને ઉત્તરી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે જેણે દિવાળીની ઉજવણીને સંપૂર્ણપણે ફીકી બનાવી દીધી છે.
હાલમાં દક્ષિણ ભારતાં ભારે વરસાદે જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ કોંકણ ગોવા, તટીય કર્ણાટક અને ઉત્તરી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે જેણે દિવાળીની ઉજવણીને સંપૂર્ણપણે ફીકી બનાવી દીધી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ રવિવાર રાતથી જોરદાર વરસાદ થયો છે જેનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

સ્કાઈમેટે પણ આપી છે ચેતવણી
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ચેન્નઈ સહિત તટીય તમિલનાડુ અને કેરળા અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે ગુજરાતમાં હળવા વરસાદ અને આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ જગ્યાઓએ થઈ શકે છે ભારે વરસાદ
જ્યારે આજે અને કાલમાં છિંદવાડા, અમરવાડા, બુરહાનપુર, બુધની, ઈન્દોર, મહૂ, સિવની, મંડલા, ધાર, મલાજખંડ, ખરગોન, નરસિંહપુર, ખંડવા, હોશંગાબાદ, પંચમઢી, બૈતુલમાં વરસાદની સંભાવના છે. સતત વાદળા છવાયેલા રહેવાના કારણે ભોપાલ સહિત આ સ્થળોએ દિવસનુ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી સુધી ઘટ્યુ છે. આ કારણે દિવસમાં પણ ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે.

વિદાય પહેલા મોનસુનનો કોહરામ
વિભાગે આ પહેલા કહ્યુ હતુ કે વિદાય પહેલા મોનસુન દક્ષિણ ભારતમાં એક વાર ફરીથી કોહરામ મચાવી શકે છે. સ્કાઈમેટે પણ લોકોને ચેતવણી આપી છે કે આગામી બે-ત્રણ દિવસ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે રહેવાના છે અને ભારે વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
