For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: વાતચીત પહેલા ટિકેત બોલ્યા, 'સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરે સરકાર'

ભારતીય ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે સરકારે સ્વામીનાથનનો રિપોર્ટ લાગુ કરવો જોઈએ અને એમએસપી પર કાયદો બનાવવો જોઈએ.

|
Google Oneindia Gujarati News

Govt should implement Swaminathan's report & make law on MSP said Rakesh Tikait: નવા કૃષિ કાયદાને પાછો લેવાની માંગ માટે પંજાબ-હરિયાણાના ખેડૂતો દિલ્લીની સિંધુ બૉર્ડર પર અડગ છે. આજે ખેડૂત સંગઠનો સાથે 8માં દોરની વાતચીત થવાની છે પરંતુ આ મહત્વની વાતચીત પહેલા ભારતીય ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે આજે સરકાર સાથે ઘણા મુદ્દે ચર્ચા થવાની છે. સરકારે સમજવુ જોઈએ કે કાયદાને રદ કર્યા વિના ખેડૂતો અહીંથી હટવાના નથી. આ આંદોલનને ખેડૂતોએ પોતાના દિલમાં લઈ લીધુ છે અને માટે કૃષિ કાયદાને રદ કરવાથી ઓછુ કંઈ નહિ સમજે. સરકારે સ્વામીનાથનનો રિપોર્ટ લાગુ કરવો જોઈએ અને એમએસપી પર કાયદો બનાવવો જોઈએ.

rakesh

જ્યાં ખેડૂત નેતાએ આ વાત કહી છે ત્યાં બીજી તરફ મીટિંગ પહેલા રવિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે(Agriculture Minister Narendra Singh Tomar) સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) સાથે બેઠક પર કરી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં આજે યોજાનારી બેઠકની રણનીતિ પર ચર્ચા થઈ છે. તમને જણાવી દઈએ કે કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે આંદોલન કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ત્રણ નવા કૃષિ કાયદાને પાછા લેવા અને લઘુત્તમ સમર્થન મૂલ્યને કાયદાનુ રૂપ આપવાની તેમની બે મોટી માંગો સરકાર ચાર જાન્યુઆરીની બેઠકમાં નહિ માને તો તે પોતાનુ આંદોલન વધુ ઉગ્ર કરશે. સંગઠનોએ કહ્યુ છે કે જ્યાં સુધી અમારી માંગો માની લેવામાં નહિ આવે ત્યારે સુધી અમે અહીંથી નહિ હટીએ.

સકારાત્મક પરિણામ આવવાની સંભાવના

તમને જણાવી દઈએ કે આ પહેલા કૃષિ મંત્રીએ કહ્યુ હતુ કે 30 ડિસેમ્બરે થયેલી ગઈ બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ અને આવતી બેઠકમાં ખેડૂતો અને દેશના કૃષિ ક્ષેત્રના હિતમાં સકારાત્મક પરિણામ આવવાની સંભાવના છે. હરિયાણાના ખેડૂત નેતા વિકાસ સીસરે કહ્યુ હતુ કે 4 જાન્યુઆરીએ સરકાર સાથે યોજાનાર બેઠકમાં કોઈ ઉકેલ નહિ આવે તો ખાનગી પેટ્રોલ પંપ સિવાયના બધા પેટ્રોલ પંપ અને મૉલ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા દોરની ઔપચારિક વાતચીતમાં સરકાર અને ખેડૂત સંગઠો વચ્ચે વિજળીના દરોમાં વધારો અને સૂકુ ઘાસ બાળવા પર દંડ માટે ખેડૂતોની ચિંતાઓના ઉકેલ માટે અમુક સંમતિ બની. પરંતુ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની અને એમએસપી માટે કાયદાકીય ગેરેન્ટીના મુદ્દે ગતિરોધ જળવાઈ રહ્યો છે. હાલમાં બધાની નજર આજની બેઠક પર છે.

શું છે સ્વામીનાથન રિપોર્ટ

તમને જણાવી દઈએ કે 18 નવેમ્બર, 2004ના રોજ રાષ્ટ્રીય ખેડૂત પંચની રચના કરવામાં આવી હતી. આ પંચના ચેરમેન કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના જનક ડૉ.એમએસ સ્વામીનાથન હતા. માટે આને સ્વામીનાથન રિપોર્ટના નામથી ઓળખવામાં આવે છે. કમિશને ભલામણ કરી હતી કે ખેડૂતોને તેમના પાકના ભાવ તેમની પડતર કિંમતથી 50 ટકા ઉમેરીને આપવા જોઈએ.

PM મોદી આજે નેશનલ મેટ્રોલૉજી કૉન્ક્લેવને કરશે સંબોધિતPM મોદી આજે નેશનલ મેટ્રોલૉજી કૉન્ક્લેવને કરશે સંબોધિત

English summary
Implement Swaminathan's report & make law on MS: Rakesh Tikait
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X