For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાફિક નિયમોને લઈને રૂપાણી સરકારનો મહત્વ નો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજિયાત

સરકારે વાહનોના કાયદા કડક કરતા પોલીસે લોકો પાસેથી લાકોનો દંડ વસુલી લીધો છે. આ કાયદાના કારણે ઘણા લોકોને પોતાના વાહન કરતા પણ વધારે કીંમતનો મેમો આપવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

સરકારે વાહનોના કાયદા કડક કરતા પોલીસે લોકો પાસેથી લાકોનો દંડ વસુલી લીધો છે. આ કાયદાના કારણે ઘણા લોકોને પોતાના વાહન કરતા પણ વધારે કીંમતનો મેમો આપવામાં આવ્યો હતો. કાયદાઓ કડક થતા પીયુસી, હેલમેટ અને વિમા પોલીસી વગરના લોકો આ માટે કલાકોના કલાકો લાઇનોમાં ઉભા રહ્યા હતા.

ગાંધીનગરમાં મળી હતી બેઠક

ગાંધીનગરમાં મળી હતી બેઠક

ગુજરાત સરકાર હવે આ કાયદામાં થોડી ઢીલ આપી રહી છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રજા માટે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. હવેથી નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં આવતાં વિસ્તારો અને રોડ પર ટુ વ્હિલર ચલાવતી વખતે હેલમેટ પહેરવું મરજિયાત કરાયું છે.

હેલમેટ પહેરવું મરજીયાત

હેલમેટ પહેરવું મરજીયાત

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રીએ મીડિયા સાથે વાતચીત વખતે જણાવ્યું કે આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર બાઈક ચાલકે હેલમેટ પહેરવો ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈ પણ પ્રકારનો દંડ નહીં કરે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલમેટ પહેરવો ફરજિયાત છે.

પરીવહન મંત્રીએ મીડિયા સાથે કરી વીત

પરીવહન મંત્રીએ મીડિયા સાથે કરી વીત

પરિવહન મંત્રી ફળદુએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

English summary
Important decision of the Romanian government on traffic rules, Helmet Not Mendatory in Urban Area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X