For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર, કોરોનાથી લઈ ચીન, CAA સુધી દશેરા પર મોહન ભાગવતન સંબોધનની 10 મહત્વની વાતો

રામ મંદિર, કોરોનાથી લઈ ચીન, CAA સુધી દશેરા પર મોહન ભાગવતન સંબોધનની 10 મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ દશેરાના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના આપી છે. આ અવસર પર મોહન ભાગવતે સંબોધનની શરૂઆત રામ મંદિર અને સીએએ સાથે કરી. મોહન ભાગવતે કહ્યું કે, નવ નવેમ્બરે શ્રી રામ જન્મભૂમિ મામલામાં પોતાનો સંદિગ્ધ નિર્ણય આપી સર્વોચ્ચ ન્યાયાલયે ઈતિહાસ રચ્યો. ભારતીય જનતાએ આ નિર્ણયને સંયમ અને સમજદારીનો પરિચય આપતા સ્વીકાર્યો છે. મોહન ભાગવતે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાનૂનને આધાર બનાવી સમાજમાં વિદ્વેષ અને હિંસા ફેલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

mohan bhagwat

મોહન ભાગવતના સંબોધનની મહત્વની વાતો

  • સીએએ પર બોલતા મોહન ભાગવતે કહ્યું, CAAને આધાર બનાવી સમાજમાં વિદ્વેષ અને હિંસા ફેલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેટલાક વિદેશી દેશો પણ આ કામ કરી રહ્યા છે. એવા દેશોમાં સામ્પ્રદાયિક ઉત્પીડનનનો ઈતિહાસ છે. આ કાનૂનને સંસદતી સંપૂર્ણ પ્રક્રિયાથી પાસ કરી લેવામાં આવ્યો. આ ષડયંત્રમાં સામેલ લોકો મુસલમાન બાઈઓના મનમાં આ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ હવે ભારમતાં નહિ રહે. તમારી સંખ્યા ના વદે તે માટે કાનૂન બનાવવામાં આવ્યો, આ વાત ફેલાવવામાં આવી. ભારતના આ નાગરિકતા કાનૂનમાં કોઈ સાંપ્રદાય વિશેષનો વિરોધ નથી.
  • મોહન ભાગવતે કહ્યું કે, વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આપણો ભારત કોરોના સંકટની આ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઉભો થયેલો જોવા મળે છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશોથી ઓછો જોવા મળી રહ્યો છે, જેના કેટલાક કારણ છે. આ મહામારીના સંદર્ભમાં ચીનની ભૂમિકા સંદિગ્ધ રહી એ તો કહી જ શકાય છે, પરંતુ ભારતની સીમાઓ પર જેવી રીતે આક્રમણના પ્રયાસ પોતાના આર્થિક સામરિક બળને કારણે મદાંધ થઈ તેણે કર્યો તે સંપૂર્ણ વિશ્વની સામે સ્પષ્ટ છે.
  • સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આપણા સમાજની એકરસતાનો, સહજ કરુણા અને શીલ પ્રકૃતિનો, સંકટમાં પરસ્પર સહયોગના સંસ્કારનો, જે બધી વાતોને સોશિયલ કેપિટલ એવું અંગ્રેજીમાં કહેવાય છે, તેને પોતાના સાંસ્કૃતિક સંચિત તત્વનો સુખદ પરિચય આ સંકટમાં આપણને બધાને મળ્યો.
  • ચીન પર મોહન ભાગવતે કહ્યું કે, ભારતના લોકોનું એકજુટ થવાથી ચીનને પહેલીવાર આપણી અલગ તાકાતનો અહેસાસ થયો હશે. તેમણે હવે સમજી જવું જોઈએ. મનમાં ચીન જેવો ખ્યાલ જે કોઈપણ રાખે છે, તેમણે સમજી જવું જોઈએ કે અમે એટલા કમજોર પણી. ભારતનું શાસન, પ્રશાસન, સેના તથા જનતા બધાએ આ આક્રમણ સામે સામી છાતીએ ઉભા રહી પોતાના સ્વાભિમાન, દ્રઢ નિશ્ચય અને વીરતાનો ઉજ્જવળ પરિચય આપ્યો.
  • અપરાધ પર સંઘ પ્રમુખે કહ્યું કે, સમાજમાં કોઈ પ્રકારે અપરાધની અથવા અત્યાચારની કોઈ ઘટના થાય જ નહિ, અત્યાચારી અને અપરાધિક પ્રવૃત્તિના લોકો પર પૂરો નિર્ણય રહે અને છતાં ઘટનાઓ થાય છે તો તેમાં દોષી વ્યક્તિ તરત પકડાય જાય અને તેને આકરામાં આકરી સજા આપવામાં આવે તે શાસન, પ્રશાસને સુનિશ્ચિત કરવું જોઈએ.
  • મોહન ભાગવતે કહ્યું કે, આપણે બધા જોડે મિત્રતા ઈચ્છીએ છીએ, તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદ્ભાવનાને દુર્બળ માની પોતાના બળના પ્રદર્શનથી કોઈ ભારતને ગમે તેવું નચાવી લો, ઝૂકાવી લો, આ થઈ ના શકે, તે હવે દુસ્સાહસ કરનારાઓએ સમજી લેવું જોઈએ. આપણી સેનાની અટૂટ દેશભક્તિ અને અદમ્ય વીરતા, આપણા શાસનકર્તાઓનું સ્વાભિમાની વલણ તથા આપણે બદા ભારતના લોકોના દુર્દમ્ય નીતિ-ધૈર્યનો પરિચય ચીનને પહેલીવાર મળ્યો.
  • મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુત્વ એવો શબ્દ છે, જેના અર્થને પૂજા સાથે જોડી સંકુચિત કરવામાં આવ્યો છે. સંઘની ભાષામાં તે સંકુચિત અર્થમાં તેનો પ્રયોગ નથી થતો. તે શબ્દ પોતાના દેશની ઓળખને, અધ્યાત્મ આધારિત તેની પરંપરાના સનાતન સાતત્ય તથા સમસ્ત મૂલ્ય સંપદા સાથે અભિવ્યક્તિ આપતો શબ્દ છે. સઘ માને છે કે હિન્દુત્વ શબ્દ ભારતવર્ષને પોતાનો માનતો, તેની સંસ્કૃતિના વૈશ્વિક અને સર્વકાલિક મૂલ્યોના આચરણમાં ઉતારવો માંગતા તથા યશસ્વી રૂપમાં એવું કરી દેખાડતા તેના પૂર્વજ પરંપરાનું ગૌરવ મનમાં રાખતા તમામ 130 કરોડ સમાજ બંધુઓ પર લાગૂ થાય છે.
  • મોહન ભાગવતે કહ્યું કે ભારતની વિવિધતાના મૂળમાં સ્થિત શાસ્વત એકતાને તોડવાનો ઘૃણિત પ્રયાસ, આપણા તથાકથિત અલ્પસંખ્યક તથા અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને કોટા સપના તથા કપોલકલ્પિત દ્વેષની વાતો જણાવી ચાલી રહ્યા છે. "ભારત તારા ટૂકડા થશે" એવી ઘોષણાઓ આપતા લોકો આ ષડયંત્રકારી મંડળીમાં સામેલ છે. રાજનૈતિક સ્વાર્થ, કટ્ટરપણુ અને અલગાવની ભાવના, ભારત પ્રત્યે શત્રુતા તથા જાગતિક વર્ચસ્વમી મહત્વકાંક્ષા, તેનું એક અજીત સમ્મિશ્રણ ભારતની ભાવનિક એકતા અને ભારતમાં તમામ વિવિધતાઓનો સ્વીકાર અને સન્માનની ભાવનાના મૂળમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા અને હિન્દુ સમાજની સ્વીકાર પ્રવૃત્તિ અને સહિષ્ણુતા છે.
  • કિસાન બિલ પર વાત કરતા મોહન બાગવતે કહ્યું, કૃષિ નીતિનું આપણે નિર્ધારણ કરીએ છીએ, તો એ નીતિથી આપણા ખેડૂત પોતાના બીજ સ્વયં બનાવવા માટે સ્વતંત્ર હોવા જોઈએ. આપણા ખેડૂત પોતાનાથી જરૂરી ખાતર, રોગપ્રતિકારક દવાઓ અને કીટનાશક સ્વયં બનાવી શકે અથવા પોતાના ગામને આસાનીથી મેળવી શકે એ થવું જોઈએ. આપણો કૃષિનો અનુભવ વ્યાપક અને સૌથી લાંબો છે. માટે તેમાંથી કાલસુસંગત, અનુભવસિદ્ધ, પરંપરાગત જ્ઞાન તથા આધુનિક કૃ,િ વિજ્ઞાનથી દેશ માટે ઉપયુક્ત અને સુપરીક્ષિત અંશ, આપણા કેડૂતોને અવગત કરાવતી નીતિ હોય.
  • Vocal for Local આ સ્વદેશી સંભાવનાઓવાળો ઉત્તમ પ્રારંભ ચે. પરંતુ આ બધાનો યશસ્વી ક્રિયાન્વયન પૂર્ણ થવા સુધી નજીકથી ધ્યાન આપવું પડશે. માટે સ્વ અથવા આત્મત્વનો વિચાર આ વ્યાપક પરિપ્રેક્ષ્ય સૌએ આત્મસાત કરવું પડશે, ત્યારે જ ઉચિત દિશામાં ચાલી આ યાત્રા યશસ્વી થશે. આપણા રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ વિશે આપણે આપણી ભાવ ભૂમિને આધાર બનાવી, આપણી પૃષ્ઠભૂમિમાં આપણા વિકાસના પથનો આલેખન કરવો પડશે.
English summary
important points of mohan bhagwat's speech on dusserah 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X