
દેશના 5 રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછુ, અમુક સ્થળોએ પારો શૂન્યથી નીચે
પહાડો પર હિમવર્ષા, ઠંડી હવાઓ અને ગાઢ ધૂમ્મસના કારણે દેશની રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી કાંપી રહ્યુ છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સોમવારે કડાકાની ઠંડીએ લોકોના હાલ બેહાલ કરી દીધા. દિલ્લીમાં 1901 બાદ સોમવાર સૌથી ઠંડો રહ્યો. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે દિલ્લી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગોમાં સોમવારે મહત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછુ રહ્યુ.

રાજસ્થાનના જયપુરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ
વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના જયપુરમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. વળી, દિલ્લીમાં દિવસનુ મહત્તમ તાપમાન 1901 બાદ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. દિલ્લીમાં સોમવારે ગાઢ ધૂમ્મસના પડના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. ઉત્તરી રાજ્યોમાં કાશ્મીરના શ્રીનગરનુ લઘુત્તમ તાપમાન શૂન્યથી 6.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ જ્યારે જમ્મુ કાશ્મીરમાં રવિવારે છેલ્લા એક દશકમાં રાતનું સૌથી ઓછુ તાપમાન (2.4 ડિગ્રી સેલ્સિયસ) નોંધવામાં આવ્યુ.

ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધવામાં આવ્યો
રીજનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યુ કે સોમવારના દિવસનુ તાપમાન વર્ષના આ દિવસે રહેતા સામાન્ય તાપમાનનુ પણ અડધુ છે. તેમણે કહ્યુ, ‘સોમવારને ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધવામાં આવ્યો.' વિભાગે સોમવારે કહ્યુ કે દિલ્લીમાં સફદરગંજ વિસ્તારમાં દિવસનુ મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. આ પહેલા બે જાન્યુઆરી 2013ના રોજ દિલ્લીનુ મહત્તમ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સયસ હતુ, આ 1951 બાદ સૌથી ઓછુ હતુ.
આ પણ વાંચોઃ પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ

રાજસ્થાનના પાંચ શહેરોમાં પારો શૂન્યથી નીચે
રાજસ્થાનના પાંચ શહેરોમાં પારો શૂન્યથી નીચે છે. ઠંડીને જોતા છ રાજ્યો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. આમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્લી શામેલ છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ઠંડીના કારણે ઝરણુ જામી ગયુ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 4 ડિગરી રહ્યુ જે દિલ્લીના સરેરાશ 2.4 ડિગ્રીથી ઘણુ વધુ છે. 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રોજ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, અસમ અને મેઘાલયમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેવાના અણસાર છે. આ તરફ ભારતીય હવામાન વિભાગ, ભુવનેશ્વરે જણાવ્યુ કે ઓડિશાના અલગ અલગ સ્થળોએ શીત લહેર ચાલુ રહેશે અને 1 તેમજ 2 જાન્યુઆરીએ ઓડિશાના અમુક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવના છે.