For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં નક્સલીઓએ ડાયનામાઈટથી ભાજપા નેતાનું ઘર ઉડાવ્યું

બિહારના ગયામાં ડુમરિયાં વિસ્તારમાં બુધવારની રાત્રે ભાજપા નેતા અને પૂર્વ એમએલસી અનુજ કુમાર સિંહનું ઘર ડાયનામાઈટથી ઉડાવી દેવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

બિહારના ગયામાં ડુમરિયાં વિસ્તારમાં બુધવારની રાત્રે ભાજપા નેતા અને પૂર્વ એમએલસી અનુજ કુમાર સિંહનું ઘર ડાયનામાઈટથી ઉડાવી દેવામાં આવ્યું છે. આ મામલે હજુ સુધી કોઈને નુકશાન થયાની ખબર નથી આવી. આ હુમલા પછી ત્યાં છોડવામાં આવેલા કાગળમાં ચૂંટણી બહિષ્કાર વિશે લખ્યું હતું. હાલમાં પોલીસ આ મામલે જાંચ કરી રહી છે.

આ પણ વાંચો: શું 2019માં ફરી આવશે મોદી સરકાર? જાણો શું કહે છે સર્વે

અડધી રાત્રે નેતાના ઘરે હુમલો કર્યો

અડધી રાત્રે નેતાના ઘરે હુમલો કર્યો

માનવામાં આવી રહ્યું છે કે અનુજ કુમાર સિંહ છેલ્લા ઘણાં સમયથી નક્સલીઓના નિશાને હતા. આ હુમલાને મોડી રાત્રે 1 વાગ્યે અંઝામ આપવામાં આવ્યો. અચાનક થયેલા હુમલાને કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો. આ ધમાકામાં નેતાનું ઘર ધવસ્ત થઇ ગયું છે.

નક્સલીઓની ચિઠ્ઠી

નક્સલીઓની ચિઠ્ઠી

સ્થાનીય લોકોએ પોલીસને આ મામલે જાણકારી આપી. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી. આખા વિસ્તારમાં ભયનો માહોલ છે. નક્સલીઓ ઘ્વારા છોડવામાં આવેલી ચિઠ્ઠીઓને હવે ગંભીર ચેતવણી માનવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ડુમરિયાં ગયાથી 80 કિલોમીટર દૂર છે. અહીં નક્સલીઓની હાજરી સુરક્ષાબળો માટે પડકાર છે. જિલ્લામાં નક્સલીઓની મોટી હાજરી છે, જેઓ ચૂંટણીનો બહિષ્કાર ઈચ્છે છે.

એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ ઠાર

એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ ઠાર

બુધવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ભીમપુરમમાં સુરક્ષાબળો અને નક્સલીઓના એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા છે અને તેમની પાસે મોટી સંખ્યામાં હથિયાર પણ મળી આવ્યા છે, જેમાંથી એક ઇંસાસ રાઇફલ અને બે 303 રાઇફલ શામિલ છે. હજુ પણ નક્સલીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાબળોએ ઓપરેશન દરમિયાન 9 નક્સલીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન બે પોલીસ જવાનો પણ શહીદ થયા હતા.

English summary
In Bihar, the Maoists blew up the BJP leader house from the dynamite
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X