For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2014: શિક્ષણ સાથે જોડાયેલી 17 યોજનાઓ જે લાગશે તમને કામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 10 જુલાઇ: કોઇપણ દેશના વિકાસનું ધોરણ હોય છે શિક્ષણ. આ વખતના બજેટમાં શિક્ષણનો પાયો મજબૂત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. ભારે ભરખમ બજેટ ભાષણ ભલે તમે સાંભળવા માંગતા ના હોવ પરંતુ શિક્ષણને લઇને થયેલી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતોને જરૂર જાણો. તમારા દેશ, તમારા રાજ્ય અને તમારા શહેર સાથે જોડાયેલી કેટલીક શૈક્ષણિક યોજનાઓ અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ. તો મોડું કઇ વાતનું, ફેરવો સ્લાઇડર અને જાણો 17 મહત્વપૂર્ણ જાહેરાતો-

રમત-ગમતને પ્રોત્સાહન

રમત-ગમતને પ્રોત્સાહન

મણિપુરમાં સ્પોર્ટ યૂનિવર્સિટી માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. રમત-ગમતને પ્રોત્સાહન આપવાની દિશા આ એક મહત્વપૂર્ણ પગલું છે.

બાયોટેક કલસ્ટર

બાયોટેક કલસ્ટર

બાયોટેક ક્લસ્ટરને શિક્ષણ સાથે જોડીને એક નવી પહેલ કરીને પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફરીદાબાદ અને બેંગ્લોરમાં બાયોટેક કલસ્ટર બનાવવામાં આવશે.

બે ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખુલશે

બે ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખુલશે

કૃષિ પર ખાસ ભાર મૂકતાં નાણામંત્રીએ પોતાના પટારામાં ખેડૂતો તથા ખેતીમાં પારંગત વિદ્યાર્થીઓને ભેટ આપી છે. 100 કરોડના ખર્ચથી બે ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખોલશે.

હાર્ટિકલ્ચર યૂનિવર્સિટી

હાર્ટિકલ્ચર યૂનિવર્સિટી

નવી સરકારે તાજેતરમાં જ વિભાજિત તેલંગાણાનું પણ ધ્યાન રાખ્યું છે. હરિયાણા અને તેલંગાણામાં હાર્ટિકલ્ચર યૂનિવર્સિટી બનાવવામાં આવશે.

કૃષિ યૂનિવર્સિટી

કૃષિ યૂનિવર્સિટી

ખેતી પર નવી સરકારની વધુ એક મજબૂત પહેલ થઇ છે. 100 કરોડ રૂપિયાના ખર્ચે આંધ્ર અને રાજસ્થાનમાં કૃષિ યુનિવર્સિટી ખોલવામાં આવશે.

બેટી પઢાઓ યોજના

બેટી પઢાઓ યોજના

નવી સરકારના નવા બજેટમાં પુત્રોની સાથે સાથે પુત્રીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ 100 કરોડ રૂપિયાની જોગવાઇ.

નવી મેડિકલ કોલેજ

નવી મેડિકલ કોલેજ

સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે નવી પહેલ કરવામાં આવી છે. 12 નવી મેડિકલ કોલેજ ડેંટર સુવિધાની સાથે બનાવવામાં આવશે.

ખુલશે આઇઆઇએમ

ખુલશે આઇઆઇએમ

જે રાજ્યોની છબિ દેશ સમક્ષ બિમારું રાજ્ય જેવી છે, ત્યાં પણ બજેટમાં યોજનાઓથી મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બિહાર, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, હિમાચલ અને પંજાબમાં ખુલશે નવી આઇઆઇએમ

નવી આઇઆઇટી

નવી આઇઆઇટી

ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની પણ પહેલ કરવામાં આવી. છત્તીસગઢ, ગોવા, આંધ્ર પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર અને કેરલમાં ખુલશે નવા આઇઆઇટી.

રાષ્ટ્રીય શિક્ષા અભિયાન

રાષ્ટ્રીય શિક્ષા અભિયાન

શિક્ષા અભિયાનોને નવેસરથી ગતિ આપવા માટે તેમના પર પર્યાપ્ત રોકાણની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અરબ રૂપિયાની વ્યવસ્થા છે.

માધ્યમિક શિક્ષણ તિક્ષ્ણ નજર

માધ્યમિક શિક્ષણ તિક્ષ્ણ નજર

માધ્યમિક શિક્ષણ પર પણ સરકારની તિક્ષ્ણ નજર છે. સેકેન્ડરી એજ્યૂકેશન પ્લાન માટે 49.66 અરબ રૂપિયાની જોગવાઇ.

પ્રાથમિક શિક્ષણ

પ્રાથમિક શિક્ષણ

પ્રાથમિક શિક્ષણ માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી શિક્ષણનો પાયાને મજબૂત કરવામાં આવશે.

વર્ચુઅલ ક્લાસરૂમ

વર્ચુઅલ ક્લાસરૂમ

આધુનિકતાને પ્રોત્સાહન આપતાં સરકારે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી.

સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન

ગત સરકારની ચરમાઇ યોજનાને મજબૂત કરવાનું સાહસ બતાવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન માટે 22 હજાર 635 કરોડ રૂપિયાની ફાળવણી.

5 નવી આઇઆઇટી નવી આઇઆઇએમ

5 નવી આઇઆઇટી નવી આઇઆઇએમ

ટેકનીક પર રોકાણ કરવાનો પ્લાન પણ બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે. 5 નવી આઇઆઇટી અને આઇઆઇએમ ખુલશે, 500 કરોડ રૂપિયાની ફાળવણી.

નવા શિક્ષક તાલીમ

નવા શિક્ષક તાલીમ

નવા શિક્ષકોની તાલીમ માટે નવા કેન્દ્ર ખુલશે, નવા શિક્ષક તાલીમ માટે 500 કરોડ રૂપિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

લૈગિંક શિક્ષણ

લૈગિંક શિક્ષણ

લૈંગિક શિક્ષણ માટે સ્કુલોમાં થશે અલગ પાઠ્યક્રમ. આ યોજના ખાસ એટલા માટે પણ ગત દિવસોમાં ભાજપના નેતા તથ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર વિવાદ થયો હતો.

English summary
In Budget there are various education policies gifted by Finace Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X