સાયબર ક્રાઈમને લઈને CBI એક્શનમાં, 105 જગ્યાઓ પર છાપેમારી!

છેલ્લા કેટલાક સમયથી દેશમાં સતત સાયબર ગુનાઓ વધી રધી રહ્યા છે ત્યારે હવે સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈએ સાયબર ગુનેગારો વિરૂદ્ધ મોટી મોટી કાર્યવાહી કરી છે.

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી દેશમાં સતત સાયબર ગુનાઓ વધી રધી રહ્યા છે ત્યારે હવે સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈએ સાયબર ગુનેગારો વિરૂદ્ધ મોટી મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, સીબીઆઈએ એકસાથે 105 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા અલગ અલગ જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે.

CBI

તમને જણાવી દઈએ કે, સાયબર ગુનેગારોને પકડવા માટે ઓપરેશન ચક્ર ચલાવવામાં આવી રહ્યું છે. પીટીઆઈ અનુસાર, સીબીઆઈએ 87 સ્થળોએ દરોડા પાડ્યા છે, જ્યારે સ્ટેટ પોલીસે 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીની યાદીમાં 300થી વધુ શકમંદોનો સમાવેશ કરાયો છે. ANIના અહેવાલ મુજબ, આ દરોડા દરમિયાન મોટી માત્રામાં ડિજિટલ પુરાવા મળ્યા છે, તે સિવાય 1.5 કરોડ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનું મળી આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આંદામાન અને નિકોબારમાં 4 સ્થાન, નવી દિલ્હીમાં 5 સ્થળો, ચંદીગઢમાં 3 સ્થળો, પંજાબ, કર્ણાટક અને આસામમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પુણે અને અમદાવાદના બે કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કોલ સેન્ટર અમેરિકન નાગરિકો સાથે છેત્તરપીંડિ કરતા હતા. સીબીઆઈએ આ કાર્યવાહી અંગે અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈને જાણ કરી છે. સીબીઆઈની ટીમે રાજસ્થાનના એક ઠેકાણામાંથી 1.5 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યા છે. આ સાથે એજન્સીને અહીંથી દોઢ કિલો સોનું પણ મળી આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X