બીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યો
દિલ્હીના એક કોલેજમાં બીએસસી ફાઇનલ યરની વિધાર્થિની સાથે રેપ અને તેનો અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે.
દિલ્હીના એક કોલેજમાં બીએસસી ફાઇનલ યરની વિધાર્થિની સાથે રેપ અને તેનો અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. વિધાર્થીનીના નિવેદનને આધારે પોલીસે કેસ નોંધી લીધો છે, પરંતુ હજુ સુધી આ મામલે પોલીસ આરોપીની ધરપકડ નથી કરી શકી. મહિલા ચોકી ઇન્ચાર્જ ઇંદુબાલા અનુસાર યુવતી જેની ઉમર 20 વર્ષ છે, તેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેની માં બ્યુટી પાર્લર ચલાવે છે. આ ઘટના વર્ષ 2017 દરમિયાનની છે તેની માતાના પાર્લરમાં મધુ નામની મહિલા જતી હતી.
આ પણ વાંચો: તળાવમાં નહાતી મહિલાનો વીડિયો બનાવ્યો, 5 મહિના સુધી રેપ કર્યો

બીએસસી માટે કોલેજમાં એડમિશન
આ દરમિયાન લગ્ન પ્રસંગમાં મધુના ભાઈ કેશવ સાથે યુવતીની ઓળખાણ થઇ ત્યારપછી પીડીતાએ ધોરણ 12 પાસ કર્યું અને તેને બીએસસી માટે કોલેજમાં એડમિશન લીધું. કોલેજ પાસે તે લક્ષ્મીનગર પીજીમાં રહેવા લાગી અને કોચિંગ કરવા લાગી. બીજી બાજુ કેશવ પણ કોચિંગને બહાને દિલ્હીના નિરંકારી કોલોનીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો.

અશ્લીલ ફોટો અને વીડિયો પણ બનાવી લીધો
પીડીતાએ પોલીસને જણાવ્યું કે કેશવ તેને વારંવાર મળવા માટે આવતો હતો અને પાર્ટીના નામે તેને રૂમમાં આવવા માટે દબાણ કરતો હતો. ત્યારપછી 27 ફેબ્રુઆરી 2018, પીડિતા તેની સાથે રૂમમાં ગઈ પીડીતાએ આરોપ લગાવ્યો કે જયારે તે રૂમમાં ગઈ ત્યારે કેશવે તેને ખાવાનું ખવડાવ્યું, જેને કારણે તે બેભાન થઇ ગઈ. ત્યારપછી તેનો રેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ તેનો અશ્લીલ ફોટો અને વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો.

પીડિતાનો મેડિકલ પણ કરાવ્યો
ત્યારપછી કેશવ તે ફોટો અને વીડિઓ વાયરલ કરવાની ધમકી આપીને તેનો વારંવાર રેપ કરતો રહ્યો. પોલીસે જણાવ્યું કે આરોપ છે કે આ વર્ષે 25, 26 અને 27 મેં દરમિયાન કેશવે પીડિતાની કેટલીક અશ્લીલ ફોટો તેની માતાને મોકલી આપી અને કહ્યું કે જો તેની દીકરી શારીરિક સંબંધ નહીં બનાવે તો ફોટો વાયરલ કરી દેશે. ત્યારપછી પીડિતાની માતાએ સમજદારી દાખવતા પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે પીડિતાનો મેડિકલ પણ કરાવ્યો છે જેમાં રેપની પુષ્ટિ થઇ છે.












Click it and Unblock the Notifications
