Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નજરબંધીમાં ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી કંઈક આવા કામ કરી રહ્યા છે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી છેલ્લા 12 દિવસથી નજરબંધ છે. આ નેતાઓને 4 ઓગસ્ટથી નજરબંધ કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી છેલ્લા 12 દિવસથી નજરબંધ છે. આ નેતાઓને 4 ઓગસ્ટથી નજરબંધ કરવામાં આવ્યા છે. આ નેતાઓને શ્રીનગરના હરિ નિવાસ પેલેસમાં રાખવામાં આવ્યા હતા, જો કે જાણકારોના કહેવા પ્રમાણે એક દિવસ આ બંને નેતા પ્રદેશની વર્તમાન સ્થિતિને લઈ એકબીજા પર દોષારોપણ કરતા લડી પડ્યા હતા જેથી બંનેને અલગ કરી દેવાયા. જેથી હાલ તેઓ શું કરી રહ્યા છે અને કેવી રીતે સમય વિતાવી રહ્યા છે તે જાણવું રસપ્રદ રહેશે. જો કે તેમના પર કેદીઓ જેવું કોઈ નિયંત્રણ નથી. જેથી તેમને આ સમયે તેમની હૉબી અને ગમતા કામ કરવા માટે પૂરતો સમય મળી રહ્યો છે અને કદાચ તેઓ આ સમયનો પૂરોં લાભ લઈ રહ્યા છે.

અટકાયત દરમિયાન ઉમર અબદુલ્લાનું જીવન

અટકાયત દરમિયાન ઉમર અબદુલ્લાનું જીવન

મિડિયા રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબદુલ્લાનો મોટાભાગનો સમય જીમમાં એક્સરસાઈઝ કરતા વિતી રહ્યો છે. એટલે કે આ સમયે તેઓ પોતાની તબિયત પર ધ્યાન આપી રહ્યા છે. ઉપરાંત તેઓ વિડિયો ગેમ્સ રમવા સાથે હૉલીવુડ ફિલ્મો જોઈ આ સમય વિતાવી રહ્યા છે. ઉમર અબદુલ્લા સોશ્યલ મિડિયા પર એક્ટીવ રહેનાર વ્યકિત છે. સોશ્યલ મિડિયા પર તેમના 10 લાખ ફોલોવર્સ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમને ગુપકાર આવાસથી હરિ નિવાસ લાવવામાં આવ્યા ત્યારે તેઓએ સુરક્ષા અધિકારીઓથી વિડિયો ગેમની માંગ કરી હતી. જે નકારી દેવાઈ હતી, કારણ કે મોટાભાગની વિડિયો ગેમ માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. આ રીતે અબદુલ્લાએ એવી ગેમ રમવાનું પસંદ કર્યુ જેમાં નેટની જરૂર પડતી નથી. આ રીતે તેઓ પોતાનો સમય વિતાવી રહ્યા છે, અને જો તેમની પાસે વધુ સમય હોય તો તેઓ પેલેસ ગાર્ડનમાં લટાર મારી પોતાનો સમય વિતાવી રહ્યા છે.

આ રીતે વિતે છે મહેબુબા મુફ્તીનો સમય

આ રીતે વિતે છે મહેબુબા મુફ્તીનો સમય

પીડીપી ચીફ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને આ સમયે શ્રીનગરના ચશ્મા શાહી હટમાં રાખવામાં આવ્યા છે. જે સુંદર હટ જમ્મુ કાશ્મીર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આજકાલ તેઓ ખૂબ દુઆ કરે છે, જેથી તેમને માનસિક શાંતિ મળે. તેમને મુગલ ગાર્ડનની આસપાસના વિસ્તારોમાં ફરવાની આઝાદી પણ મળી ગઈ છે અને તેઓ અહીં ફરતા પણ જોવા મળ્યા છે.

બંનેને અલગ કરવાનું કારણ

બંનેને અલગ કરવાનું કારણ

શરૂઆતમાં ઉમર અને મહેબુબાને સાથે હરિ નિવાસમાં રાખવામાં આવ્યા હતા. જો કે જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈ બંને વચ્ચે ઝગડો થયો હતો. જેથી બંનેને અલગ કરવામાં આવ્યા. જેથી મહેબુબાને હરિ નિવાસથી હટાવી ચશ્મે શાહી હટમાં લઈ જવામાં આવ્યા. ખબરો અનુસાર મહેબુબાએ પોતાના રૂમમાં ઉમરને ફરતા જોઈ પોતાને પણ લટાર મારવાની આઝાદી માંગી હતી. જો કે તેમને તે વિશે ના પાડવામાં આવી તો તેમને ખુબ ગુસ્સો આવ્યો હતો. તેમણે જમ્મુ કાશ્મીરની સ્થિતિ બગડવા માટે અબદુલ્લા પર ભડાશ કાઢી હતી. જેથી આર્ટિકલ 370 હટાવામાં આવી. આ સ્થિતિને કારણે સુરક્ષાદળોએ બંનેને અલગ રાખવું યોગ્ય સમજ્યા.

ફારુક અબદુલ્લા પર પણ કડકાઈ

ફારુક અબદુલ્લા પર પણ કડકાઈ

ઈન્ડિયા ટુડેની એક ખબર પ્રમાણે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાને પણ પોતાના ઘરની બહાર નીકળવાની આઝાદી અપાઈ નથી. હાલમાં જ તેઓ પોતાના ઘરેથી નીકળી નજીકની એક હોટલમાં ગયા હતા અને મિડિયા સાથે વાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકસભામાં કહ્યુ હતુ કે અબદુલ્લાને નજરબંધ કરાયા નથી. જો કે ત્યાર બાદથી ફરી અબદુલ્લા દેખાયા નથી.

ઈલ્તિઝા મુફ્તી પણ ઘરમાં જ છે

ઈલ્તિઝા મુફ્તી પણ ઘરમાં જ છે

જાણકારોના કહેવા પ્રમાણે મહેબુબા મુફ્તીની દિકરી ઈલ્તિઝા મુફ્તીને પણ ઘરની બહાર જવાની આઝાદી નથી. ખબરોના જણાવ્યા પ્રમાણે ઘરેથી બહાર નીકળવા માટે તેઓ દરવાજો પછાડે છે અને બુમો પાડે છે. જો કે તેમને ગૃહમંત્રી અમિત શાહને એક લેટર લખી આરોપ લગાવ્યો કે તેમને જનાવરોની જેમ પિંજરામાં કેદ કરવામાં આવ્યા છે.

અન્ય નેતાઓની પણ અટકાયત

અન્ય નેતાઓની પણ અટકાયત

ઉપરાંત જમ્મુ કાશ્મીરના અન્ય રાજનેતાઓની પણ અટકાયત કરાઈ છે. જેમાં પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન સહિત નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના મોટા નેતાઓ શામેલ છે. આ તમામને ડલ ઝીલના કિનારે સેન્ટુર લેક વ્યુ હોટલના અલગ અલગ રૂપમાં રાખવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સજ્જાદ લોને ફાઈવ સ્ટાર હોટલનું જમવાનું પણ મંગાવ્યુ હતુ. સરકાર આ નેતાઓની તમામ વાજબી માંગણીઓને પૂરીં કરી રહી છે. તમને જણાવી દઈએ કે 370 હટાવ્યા બાદ પ્રદેશમાં 700 લોકોની અટકાયત કરાઈ હતી, જેમાં મુખ્યધારાની પાર્ટીના નેતા, અલગતાવાદી અને તેમના સમર્થકો શામેલ છે.

આ પણ વાંચો: આર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X