ગૂગલ પર રાહુલની પ્રેમિકા અને મોદીની પત્નીને સર્ચ કરે છે લોકો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: ગૂગલ પર ભારતીય રાજકારણીઓના અંગત જીવન વિશે ઘણા સમયથી સમાચાર અને સૂચનાઓ શોધી રહ્યાં છે. ગૂગલ સ્કોર અનુસાર ભારતમાં લોકો રાજકારણીઓની જીંદગીમાં ઘણો રસ ધરાવે છે. તે તેમના વિશે બધુ જાણવા માંગે છે.

નરેન્દ્ર મોદીની પત્ની, રાહુલ ગાંધીની પ્રેમિકા અને અરવિંદ કેજરીવાલનો પરિવાર ભારતના સૌથી ભારતના સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયોમાં સૌથી ટોચ પર છે. લોકો તેમના વિશે બધુ જાણવા માટે ઉત્સુક છે.

rahul-arvind-kejriwal-modi

રાહુલ ગાધી આમ તો સોશિયલ મીડિયામાં મજાકને પાત્ર બનાવવામાં આવે છે પરંતુ લોકોમાં તેમની પ્રેમિકા વિશે જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે. કોંગ્રેસના આગામી સર્વેસર્વા બનનાર રાહુલ ગાંધી તાજેતરમાં કહી દિધું છે લગ્ન કરવામાં તેમને વધુ રૂચિ નથી. પરંતુ એક સમાચાર એજન્સીને તેમણે કહ્યું હતું કે એકવાર યોગ્ય છોકરી મળી જાય તો તે લગ્ન કરી લેશે.

2004માં એક વિદેશી છોકરી સાથે તેમના સંબંધો વિશે સમાચાર આવ્યા હતા. તેનું નામ હતુ જુઆનિતા અને અફવા એવી હતી કે તે કોલંબિયાની રહેવાસી છે. પરંતુ પછી રાહુલ ગાંધીએ પોતે એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે તે કોલંબિયાની નહી પરંતુ સ્પેનની છે. તેમણે નામ અંગે કહ્યું હતું કે લોકો તેનું ખોટું નામ લઇ રહ્યાં છે. તેનો નામ વેરોનિક છે ના કે જુઆનિતા. રાહુલ ગાંધીએ એમપણ કહ્યું હતું કે તે વેટ્રેસ નહી પરંતુ આર્કિટેક્ટ છે. તેમણે તેને પોતાની સૌથી સારી મિત્ર ગણાવી હતી. કહેવામાં આવે છે કે રાહુલ વેરોનિકને ઇગ્લેંડની યુનિવર્સિટીમાં મળ્યા હતા.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પત્ની પણ ગૂગલમાં ખૂબ શોધવામાં આવે છે. તેમની પત્ની વિશે ઓપન પત્રિકાએ 2009માં સમાચાર પ્રકાશિત કર્યા હતા જે અનુસાર તેમનું નામ જશોદાબેન છે, પરંતુ તેમણે એક વિદેશી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેમને એ વાતનું કોઇ દુખ નથી તે તેમના જીવનમાંથી બહાર જતા રહ્યાં. ત્યારબાદ તે તેમને ક્યારેય મળી નથી, તે નરેન્દ્ર મોદીની મોટી પ્રશંસક છે, પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના લગ્ન વિશે ક્યારેય કોઇને જણાવ્યું નથી. કહેવામાં આવે છે કે તેમના લગ્ન બાળપણમાં થયા હતા અને તે તેના વિશે મૌન રહે છે.

ભ્રષ્ટ્રાચારથી ચૂંટણીલક્ષી ચૂંટણી મુદ્દો બનાવનાર અરવિંદ કેજરીવાલ પણ ગૂગલમાં હંમેશા શોધવામાં આવે છે. કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં પરાજિત કરનાર અરવિંદ કેજરીવાલનાપરિવાર વિશે લોકો હંમેશા જવાબ શોધતા રહે છે. અરવિંદ કેજરીવાલ પોતાની અંગત જીંદગીમાં કંઇપણ છુપાવનાર વ્યક્તિ નથી. તેમન વિશે લોકો હંમેશા કંઇક ને કંઇક સર્ચ કરતા રહે છે.

English summary
Private lives of politicians have been attracting people for ages and search giant Google has just corroborated this fact. According to Google Score, people in India are very curious to know about the lives of politicians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X