સરકારી નોકરી કરતી પુત્રવધુએ પગાર આપવાની ના પાડતા સાસરિયાઓ વટાવી તમામ હદ
daughter in-law harassment: દેશમાં મહિલા ઉત્પીડનના કેસમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડના હલ્દવાનીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ઉત્પીડનનો આરોપ લગાવતા મહિલાએ કહ્યું છે કે, તે એક સરકારી નોકરી કરે છે અને આ સરકારી નોકરીમાંથી તેને પગાર મળતો હતો તે પગાર પર તેનો પતિ અને તેના સાસરિયા જલસા કરતા હતા.
પરંતુ થોડા સમય પહેલા જ્યારે આ મહિલાએ તેનો પગાર આપવાની ના પાડી ત્યારે તેઓ તેના પર નોકરી છોડવા દબાણ કરવા લાગ્યા હતા અને તેને બદનામ કરવાની ધમકી આપવા લાગ્યા હતા.

આરોપ લગાવનાર પીડિત મહિલા સરકારી અધિકારી છે અને વન સંરક્ષક તરીકે કામ કરે છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે, તે દેવલચૌદની વતની છે અને તેના લગ્ન 2015માં અલીગઢમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ મહિલાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને મદદનીશ વન સંરક્ષકનીની નોકરી મેળવી હતી.
દબાણ માટે કરતા હતા દબાણ
વધુ આપેક્ષ કરતા મહિલાએ પોલીસને જણાવ્યુ હતુ કે, લગ્ન બાદ પણ તેના સાસરિયા તેને દહેજ બાબતે દબાણ કરતા હતા અને વારંવાર તેને મહેણા ટોણા મારતા હતા.લગ્ન બાદ પણ તેને તેના પિતા પાસેથી પૈસા લઈને સરકારી નોકરી માટે ટ્યૂશન શરૂ કર્યું હતુ અને વર્ષ 2022માં મદદનીશ વન સંરક્ષકની પરીક્ષા પાસ કરી હતી.
ટ્રેનિંગમાં જવા દેવા માટે મૂકી હતી શરત
મહિલાએ પોતાની આપવીતી જણાવતા પોલીસને જણાવ્યુ હતુ કે, સાસરિયાઓએ તેને એક શરતે નોકરી માટે ટ્રેનિંગ માટે મોકલી હતી કે, તે તેનો પગાર લાવી તેના સાસરિયાઓને આપશે. પીડિતાની બાળકી પણ તેના સાસરિયાં સાથે રહેતી હતી. દરમિયાન મહિલાના પગારમાંથી કાર લોન અને અન્ય ખર્ચાઓ પણ થતા હતા. આ ખર્ચા બાદ પણ તે વધારાના ખર્ચા ચૂકવવા માટે દબાણ કરતા હતા.
પતિએ જાણ બહાર બનાવ્યો હતો વીડિયો
પતિ પર આક્ષેપ કરતા મહિલાએ જણાવ્યુ હતુ કે, તેના પતિએ તેની જાણ વગર તેમના અંગત સબંધનો વીડિયો બનાવ્યો હતો. જ્યારે મહિલાએ નોકરી છોડવાની ના પાડી ત્યારે તેના પતિએ તેને ધમકી આપી હતી કે, તે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે જ મહિલાએ તેના સાસરિયાઓ પર માનસિક અને શારીરિક રીતે હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
