હરિયાણા હિંસાની આગ ગુરૂગ્રામ સુધી પહોંચી, બાદશાહપુરમાં દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવાઈ
હરિયાણા સરકારની નિષ્ફળતાને કારણે રાજ્યમાં સતત હિંસા વધી રહી છે. હવે આ હિંસા ગુરૂગ્રામ સુધી પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, તોફાની તત્વોએ બાદશાહપુરમાં દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી છે.
સમાચાર અનુસાર, નુંહમાં ભગવા યાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા બાદશાહપુર પહોંચી છે અને અહીંની 4 જેટલી દુકાનોમાં તોડફોડના અહેવાલ છે. આ સિવાય સેક્ટર 66 માં 7 દુકાનોને આગને આગને હવાલે કરી દેવાઈ છે. તોફાનીઓએ એ દુકાનોમાં તોફડોટ કરી છે જેમાં માંસ અને બિરયાનીનું વેચાણ થતુ હતુ.

છેલ્લા બે દિવસથી સતત રાજ્યમાં હિંસા જોવા મળી રહી ઠે ત્યારે ગુરૂગ્રામના 57માં એક મસ્જિદ પર 45 લોકોના ટોળાએ ગોળીબાર કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ટોળાએ ફાયરિંગ કરીને મસ્જિદમાં આગ લગાવી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે. ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર નિશાંત યાદવે જણાવ્યુ કે, સ્થિતિ નિયંત્રણમાં છે. કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે. ગઈ કાલે નૂહમાં જે કંઈ બન્યું તેની અસર સોહના પર પણ પડી હતી.
તેમના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. અમે ફ્લેગ માર્ચ કરી છે. આ સાથે જ ગુરુગ્રામના સેક્ટર 57ની મસ્જિદમાં એક વ્યક્તિના મોતની જાણ થઈ છે. સોહનામાં પાંચ વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, હરિયાણાના મેવાત જિલ્લામાં બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી તે દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. આ પછી બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને હિંસા શરૂ થઈ હતી. રાજ્યમાં હજુ પણ હિંસા જોવા મળવાની સંભાવના છે ત્યારે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
