કાનપુરમાં ચોકી ઈન્ચાર્જે કેસ ખતમ કરવા મહિલાને કપડા ઉતારવા કહ્યું, સસ્પેન્ડ કરાયા

વિવાદોમાં રહેતી યુપી પોલીસ સુધરવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક સમયથી મોટા વિવાદો જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મળી રહેલી વિગતો અનુસાર, કાનપુરમાં એક ચોકી ઈન્ચાર્જ મહિલાને કેસ ખતમ કરવા માટે કપડા ઉતારવા કહ્યું હતું. ત્યારબાદ મહિલાએ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરતા ચોકી ઈન્ચાર્જ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યો છે. ઉપરી અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરતા તપાસમાં ચોકી ઈન્ચાર્જ દોષી સાબિત થયો હતો.
પીડિતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, દરોગાને મળવા ઘરે પહોંચી તો તેને મારી પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરી. મેં 20 હજાર રૂપિયા આપ્યા તો તેમણે મને કહ્યું કે મારે બીજું કંઈક જોઈએ છે અને મારો હાથ પકડી લીધો. આ હરકત પર મેં કહ્યું કે હું આ કરી શકું નહી. આ પછી ચોકી ઈન્ચાર્જે કહ્યું કે હું રાત્રે ફોન કરીશ, ઉપાડજે.
ફરિયાદી મહિલાનો મહિલાનો આરોપ છે કે, ચોકી ઈન્ચાર્જે તેને અડધી રાત્રે ફોન કર્યો. તેને વોટ્સએપ પર કોલ કર્યો. પીડિતાએ કહ્યું કે વોટ્સએપ કોલ કરી શકીશ નહીં. આના પર ચોકી ઈન્ચાર્જે પોતે વીડિયો કોલ કર્યો. મહિલા અનુસાર, તેણે મને કહ્યું કે તારા કપડાં ઉતારીને તારી છાતી દેખાડ. મારે જોવું છે. હું તમારા બધા કેસ પૂરા કરી દઈશ. આ પછી મહિલાની ફરિયાદ પર ચોકી ઈન્ચાર્જ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ મુદ્દે એડીસીપી લખન સિંહે જણાવ્યું કે, એક કેસની તપાસ ઇન્ચાર્જ મહેન્દ્ર સિંહને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન તેને મહિલા સાથે વાંધાજનક વાતો કરી, જેની તપાસ બિલહૌર એસીપીને સોંપવામાં આવી હતી. તપાસમાં મહિલા દ્વારા ચોકીના ઈન્ચાર્જ દ્વારા કરાયેલા આક્ષેપો સાચા હોવાનું સામે આવ્યુ છે. ડીસીપીએ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ સાથે જ તેના વિરુદ્ધ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
