લદ્દાખમાં રાહુલ ગાંધી બાઈક ચલાવતા જોવા મળ્યા, પૈંગોંગ લેક સુધી રાઈડ કરીને પહોંચ્યા
ભારતની રાજનીતિમાં રાહુલ ગાંધી ઝડપથી મોટા થઈ રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો છે. આ વાતનો પુરાવો હાલમાં લદ્દાખમાં જોવા મળ્યો. અહીં રાહુલ ગાંધી બાઈક રાઈડ કરીને પેંગોંગ લેક પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીના બાઇક ચલાવતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ કરી છે. રાહુલ ગાંધી સુપરબાઈક ચલાવીને પેંગોંગ લેક પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, 20 ઓગસ્ટ પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ છે. રાહુલ ગાંધી તેમના દિવંગત પિતા રાજીવ ગાંધીના જન્મદિવસે પેંગોંગ લેક પર હાજર રહેશે. સામાન્ય રીતે ટીશર્ટમાં જોવા મળતા રાહુલ ગાંધી બાઇક રાઇડ દરમિયાન તે બ્લુ જેકેટ અને સ્પોર્ટ્સ ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે રાહુલ ગાંધીને બાઈક રાઈડિંગ પસંદ છે. રાહુલ ગાંધી એક ઈન્ટરવ્યુમાં ખુદ આ જણાવી ચુક્યા છે. હવે રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી ત્યાં જ રહેશે.
17 ઓગસ્ટે લેહ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ યુવાનો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે જણાવ્યુ હતું કે, ભારતને 1947માં આઝાદી મળી હતી અને ભારતમાં આઝાદીનો પાયો ભારતનું બંધારણ છે. બંધારણના અમુક નિયમો છે. તમે બંધારણનો અમલ કેવી રીતે કરો છો? તમે બંધારણનો અમલ સંસ્થાઓની સ્થાપના કરીને કરો છો અને તે બંધારણના વિઝનને સમર્થન આપે છે.












Click it and Unblock the Notifications
