મોદીના દમ પર 425 સીટો પરથી ભાજપ ઉતારશે ઉમેદવાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની નબળી સ્થિતીને જોતાં ભાજપે નક્કી કર્યું છે કે તે આ વખતે 425થી વધુ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જો કે ભાજપને લાગે છે આ વખતે દેશનો મૂડ તેમના ફેવરમાં છે, એવામાં વધુમાં વધુ ઉમેદવાર ઉતારીને તે પોતાના જોરે બહુમતની નજીક પહોંચવા માંગે છે.

ભાજપની પહેલી નજર યુવાનો પર છે. પાર્ટીનું માનવું છે કે જે પ્રકારે નરેન્દ્ર મોદીની સભાઓમાં ભારે ભીડ એકઠી થઇ રહી છે, તેનાથી લાગે છે કે તેમની પાર્ટી ફક્ત પોતાના પરંપરાગત ગઢમાં જ નહી પરંતુ દક્ષિણ અને પૂર્વી ભારતમાં વધુમાં વધુ સીટો પ્રાપ્ત કરી શકે છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના આ વખતે પાર્ટી 425થી વધુ સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે. તેમનું કહેવું છે કે પાર્ટીએ પહેલાંથી જ 272 પ્લસનું લક્ષ્ય નક્કી કરી દિધું છે.

narendra-modi-61

રાજનાથ સિંહે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે, એટલા માટે પાર્ટીનો પ્રયત્ન રહેશે કે જ્યાં પણ ભાજપને જીત પ્રાપ્ત કરવાની આશા છે, ત્યાં તાકાત લગાવશે અને જીત પ્રાપ્ત કરીને પોતાના દમ પર સરકાર બનાવશે. તાજા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપને 61 સીટો પર જીત પ્રાપ્ત થશે.

English summary
BJP Will contest on 425 seat in upcoming lok sabha eletion.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.