મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મોટો ઝટકો, વિશ્વાસુ નેતા 1200 ગાડીઓના કાફલા સાથે કોંગ્રેસમાં જોડાયા

મધ્ય પ્રદેશમાંમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના સંજોગો જોતા બીજેપી માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. આ વાતનો પુરાવો હાલમાં જ મધ્યપ્રદેશની રાજનીતિમાં જોવા મળ્યો છે.

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને બીજેપીને મોટો ઝડકો લાગ્યો છે. સિંધિયાના અંગત ગણાતા બીજેપી નેતા સમંદર પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.

Samandar Patel

સમંદર પટેલ ન માત્ર કોંગ્રેસમાં જોડાયા છે પરંતુ તેને રાજ્યમાં બીજેપીને મોટો ઝટકો આપ્યો છે. સમંદર પટેલ 1200 વાહનોના વિશાળ કાફળા સાથે ભોપાલ પહોંચ્યા અને કમલનાથના હાથે પાર્ટીનો ખેસ ધારણ કર્યો.

જણાવી દઈએ કે, સમંદર પટેલ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે બીજેપીમાં જોડાયા હતા. આ પછી કમલનાથ સરકાર ભાંગી પડી હતી. હવે સમંદર પટલ કોંગ્રેસમાં પાછા ફર્યા છે અને બીજેપીમાં ગુંગણામણ થતી હોવાનો આરોપ લગાવ્યો છે.

સમંદર પટેલ 1200 વાહનોના કાફલા સાથે બીજેપી કાર્યાલય પહોંચ્યા અને રાજીનામું આપ્યુ હતુ. તે બાદ તે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને ખેસ ધારણ કર્યો. સમંદર પટેલને જ્યોતિરાદિત્ય સિંધિયાના લેફ્ટનન્ટ તરીકે ઓળખવામાં આવતા હતા.

જણાવી દઈએ કે, સમંદર પટેલ સિંધિયાના ત્રીજા વફાદાર છે જે હાલમાં જ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. 14 જૂને શિવપુરીના બીજેપી નેતા બૈજનાથ સિંહ યાદવે સિંધિયા સાથેના સંબંધો તોડીને 700 કારના કાફલા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. આ સિવાય બીજેપી શિવપુરી જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશ કુમાર ગુપ્તા પણ 26 જૂને કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશ બીજેપીમાં આંતરિક ઝઘડાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના સમર્થકોના મુખ્ય જૂથ અને પક્ષના જૂના લોકો વચ્ચે તણાવ વધી રહ્યો છે. સિંધિયા તરફી એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે સમંદર પટેલનું આ પગલું બીજેપી માટે ઘાતક બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X