For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રોન વડે થઇ મુંબઇમાં પિત્ઝાની ડિલીવરી, દેશની સુરક્ષા પર ખતરો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 મે: મોટાભાગે સાંભળ્યું હશે, 'સ્કાઇ ઇઝ ધ લિમિટ', પરંતુ મુંબઇના એક પિત્ઝા આઉટલેટે આમ કરીને બતાવ્યું છે. મુંબઇમાં તાજેતરમાં એક પિત્ઝા આઉટલેટે ત્રણ કિમીના અંતરે થનારી પિત્ઝાની ડિલીવરી માટે ડ્રોનનો ઉપયોગ કર્યો.

મુંબઇના ફ્રૈંનસેસ્કોઝ પિત્ઝારિયાએ 11 મેના રોજ એક લોઅર પરેલે પોતાના પિત્ઝા આઉટલેટથી એક ટેસ્ટ ફ્લાઉટ કંડક્ટ કરી હતી.

લોઅર પરેલથી વર્લી સુધી આ પિત્ઝાની ડિલીવરી કરવામાં આવી અને આ રસ્તો ફક્ત 10 મિનિટમાં પસાર કરી દિધો. આ અજબ-ગજબ પ્રયોગ પર આ પિત્ઝા આઉટલેટના ચીફ એક્ઝિક્યૂટિવ મિખેલ રાજાણીનું કહેવું છે, 'અમે બધા લોકોને અમેઝોનની આ યોજના વિશે સાંભળ્યું હતું જેમાં તેને ડ્રોનના પ્રયોગના માધ્ય્માથી સામાનની ડિલીવરી કરી હતી. આ તર્જ પર જ અમે આ સફળ પ્રયોગને અંજામ આપ્યું.

રાજાણીએ જણાવ્યું હતું કે આ ફક્ત એક ટેસ્ટ ફ્લાઇટ છે અને તેને અમલમાં લાવવામાં ઘણો સમય લાગી શકે છે. ચાર રોટૉરવાળા આ ડ્રોનની પિત્ઝા ડિલીવરી દેશનો આ પ્રથમ પ્રયોગ છે અને સફળ રહ્યો છે.

તો બીજી તરફ આ પ્રયોગે મુંબઇ પોલીસને પરેશાન કરી દિધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પિત્ઝા આઉટલેટના આ પ્રયોગે તેમને ચિંતામાં મુકી દિધા છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે તેમને આ પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર વિરોધ છે. આ ખૂબ જ ખતરનાક છે.

આ પોલીસ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને બાકી જરૂરી પ્રક્રિયાઓના વિના આ પ્રકારના ઓબ્જેક્ટ્સને ઓપરેટ કરવાની મંજૂરી આપી ન શકાય. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રકારના પ્રયોગ કરતાં પહેલાં આ પિત્ઝા આઉટલેટને ડીજીસીએની મંજૂરી લેવી જોઇતી હતી.

mumbai-pizza

તો બીજી તરફ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના અનુસાર તેમને આ પ્રકારના ડ્રોનની કોઇ જાણકારી મળી નહી અને ના તો તેને કોઇ મંજૂરી લીધી. તો બીજી તરફ ડીજીસીએના મહાનિર્દેશક પણ કહે છે કે આ પ્રકારના પ્રયોગ કરતાં પહેલાં તેમને તેમની પાસેથી મંજૂરી લેવી જોઇતી હતી.

આ દરમિયાન આ આખા પ્રોજેક્ટને અંજામ આપનાર વ્યક્તિના અનુસાર આ પ્રયોગમાં ડીજીસીએની મંજૂરીની કોઇ જરૂરિયાત હોતી નથી કારણ કે આ ફક્ત એક એરક્રાફ્ટ છે જેને પિત્ઝા ડિલીવરી માટે થોડું મોડીફાઇડ કરવામાં આવ્યું હતું.

English summary
In Mumbai a pizza delivered by Drone in just 10 minutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X