OBC ઉમેદવારો માટે રિઝર્વેશનની અરજી પર SC: અનામત મૌલિક અધિકાર નથી
તમિલનાડુમાં NEET પોસ્ટ ગ્રેજ્યુએશન રિઝર્વેશન કેસમાં સુપ્રીમ કોર્ટે અનામત વિશે મોટી ટિપ્પણી કરી છે.
તમિલનાડુમાં NEET પોસ્ટ ગ્રેજ્યુએશન રિઝર્વેશન કેસમાં સુપ્રીમ કોર્ટે અનામત વિશે મોટી ટિપ્પણી કરી છે. દેશની સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યુ કે અનામત કોઈ મૌલિક અધિકાર નથી. તમને જણાવી દઈએ કે ડીએમકે, સીપીઆઈ અને ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(AIADMK) સહિત ઘણી રાજકીય પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં નીટ હેઠળ મેડીકલ કૉલેજોમાં સીટો માટે 50 ટકા ઓબીસી અનામતની માંગ હતી. ગુરુવારે સુ્પ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરીને અરજીને એમ કહીને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો કે અનામત મૌલિક અધિકાર નથી.

અનામતનો અધિકાર મૌલિક અધિકાર નથી
ઉલ્લેખનીય છે કે તમિલનાડુની રાજકીય પાર્ટીઓએ રાજ્યમાં મેડિકલ સીટો પર ઓબીસી અનામત ન આપવા સામે એક અરજી દાખલ કરી હતી જેના પર એલ નાગેશ્વર રાવે ગુરુવારે સુનાવણી કરી. જો કે ઉચ્ચ ન્યાયાલે પીઆઈએલે સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ અરજીકર્તાઓને હાઈકોર્ટમાં જવાની છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે આ કેસમાં કોનો મૌલિક અધિકાર છીનવવામાં આવ્યો છે.

હાઈકોર્ટ જવાનો આપ્યો મોકો
કોર્ટે કહ્યુ, આ અરજીમાં આપવામાં આવેલી દલીલોથી લાગે છે કે તમે માત્ર તમિલનાડુના અમુક લોકોની જ ચિંતા કરી રહ્યા છો. આના પર ડીએમકે તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યુ કે અમે અદાલત પાસે અનામત ઉમેરવાની માંગ નથી કરી રહ્યા પરંતુ જે પહેલેથી છે તેને લાગુ કરવાનો આદેશ આપવાની માંગ કરી રહ્યા છે. જો કે કોર્ટે અરજીનો અસ્વીકાર કરીને એ કેસમાં બધા રાજકીય દળોને એકસાથે આવવા પર ખુશી વ્યક્ત કરી. કોર્ટે કહ્યુ, અમે આને ફગાવતા નથી અને હાઈકોર્ટ સામે સુનાવણીનો મોકો આપી રહ્યા છે.

અરજીમાં આપવામાં આવી આ દલીલ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટ ટિપ્પણી કરી ચૂક્યુ છે કે અનામતનો અધિકાર કોઈ મૌલિક અધિકાર નથી. તમને જણાવી દઈએ કે સીપીઆઈ, ડીએમકે અને તેના અમુક નેતાઓ દ્વારા સીટોમાં 50 ટકા ઓબીસી અનામત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે તમિલનાડુમાં ઓબીસી, એસસી અને એસટી માટે 69 ટકા અનામત છે અને આની અંદર ઓબીસી અનામત લગભગ 50 ટકા છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારની સંસ્થાઓને છોડીને અન્ય બધા ઓબીસી ઉમેદવારોને ઑલ ઈન્ડિયા કોટા હેઠળ ખુદ છોડેલી સીટોની બહાર મેડિકલ કોલેજોમાં એડમિશન મળવુ જોઈએ.












Click it and Unblock the Notifications
