સંસદમાં આજેઃ CVC અને દિલ્લી પોલિસ સ્પેશિયલ એક્ટમાં સુધારો કરવાનુ બિલ રજૂ કરાશે, જાણો આજે સંસદમાં શું શું થશે
હાલમાં સંસદનુ શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે. જાણો આજે શું શું થશે.
નવી દિલ્લીઃ ગુરુવારે વિપક્ષે કેન્દ્રને ડેમ સેફ્ટી બિલને ચકાસણી માટે પસંદગી સમિતિને મોકલવા માટે ભલામણ કરીને જણાવ્યુ કે તેની તપાસ જરૂરી છે કારણકે તે ગેરબંધારણીય છે અને રાજ્યોના અધિકારો પર અતિક્રમણ કરે છે. બીજી તરફ ટીએમસી અને એમસીપીએ સીઓવીઆઈડી-19 સામે બૂસ્ટર ડોઝ પર સરકારનુ વલણ જાણવાની કોશિશ કરી. ટીએમસીએ સરકાર પર મહામારી સામે લડવામાં બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો.

લોકસભામાં આજે
આજે લોકસભામાં ડૉ. જિતેન્દ્ર સિંહ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ 2003માં વધુ સુધારો કરવા માટે બિલ રજૂ કરશે.
ડૉ. જિતેન્દ્ર સિંહ દિલ્લી પોલિસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, 1946માં વધુ સુધારો કરવા માટે બિલ રજૂ કરશે.
ડૉ. મનસુખ માંડવિયાએ પ્રસ્તાવ કરશે કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટીકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એક્ટ 1998 અને સુધારો કરતા બિલ પર વિચાર કરવામાં આવશે.
કોવિડ-19 અને તેની સાથે જોડાયેલ પાસાંઓ પર ચર્ચા.
અમુક વિપક્ષી દળો બંધારણમાં વધુ સુધારા માટે બિલ રજૂ કરવાની માંગ કરશે.
રમેશ બિધુરી શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક શિક્ષણ પાઠ્ય પુસ્તક તરીકે ભગવદ ગીતાને અનિવાર્ય શિક્ષણ અને તેની સાથે જોડાયેલી બાબતો માટે એક બિલ રજૂ કરશે.
રાજ્યસભામાં આજે
કોવિડ-19 મહામારી પરનો રિપોર્ટ રજૂ કરાશે.
નિર્મલા સીતારમણ અનુદાન, 2021-22 માટેની પૂરક માંગણીઓ દર્શાવતુ એક નિવેદન(અંગ્રેજી અને હિંદી)માં રજૂ કરશે.
વાયકો બંધારણમાં વધુ સુધારા માટે બિલ રજૂ કરશે.
ડૉ. અભિષેક મનુ સિંધવી લોકોને મફત અને ફરજિયાત આરોગ્ય સંભાળ સેવાઓ અને સાર્વત્રિક સ્વાસ્થ્યનો અધિકાર આપવા અને તેની સાથે સંકળાયેલી આકસ્મીક બાબતો માટેનુ બિલ રજૂ કરશે.












Click it and Unblock the Notifications
