સંસદમાં આજેઃ શિયાળુ સત્ર આજે સમાપ્ત થવાની સંભાવના
રિપોર્ટ મુજબ સંસદનુ શિયાળુ સત્ર આજે અનિશ્ચિત કાળ માટે સ્થગિત થવાની સંભાવના છે.
નવી દિલ્લીઃ રિપોર્ટ મુજબ સંસદનુ શિયાળુ સત્ર આજે અનિશ્ચિત કાળ માટે સ્થગિત થવાની સંભાવના છે. 23 ડિસેમ્બરે સમાપ્ત થનાર સત્ર આજે સમાપ્ત થવાની સંભાવના છે. આ દરમિયાન મંગળવારે ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રેને કથિત રીતે નિયમ પુસ્તિકાને ખુરશી પર ફેંકી દીધી હતી અને ચૂંટણી સુધાર બિલના વિરોધ દરમિયાન બહાર જતા રહ્યા હતા ત્યારબાદ તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

લોકસભામાં આજે
જળવાયુ પરિવર્તન પર આગળની ચર્ચા થશે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી મોંઘવારી પર ચર્ચા કરશે.
રાજ્યસભામાં આજે
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા દ્વારા પાસ કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અને બીજી અમુક ચોક્કસ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટેના બિલને ધ્યાનમાં લેવામાં આવે તેવી રજૂઆત કરશે.












Click it and Unblock the Notifications
