For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં : આંધ્રમાં ગાંધી પરિવારની મજાક ઉડાવી દુર્વ્યવહાર કરાયો

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 2 ઓગસ્ટ : અલગ તેલંગાણા રાજ્યની માંગણી સ્વીકારવામાં આવતા વર્ષોથી આ માટે ચળવળ ચલાવી રહેલા લોકોમાં અનોખો ઉત્સાહ, ઉમંગ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આ બાબતનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી તંગ આવીને અલગ તેલંગાણાના વિરોધીઓએ તેમનો રોષ ગાંધી પરિવારની મજાક અને તેમના સ્ટેચ્યુ સાથે દુર્વ્યવહાર કરીને દર્શાવ્યો છે.

અલગ તેલાંગાણા વિરોધી દેખાવકારોએ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધીના સ્થાનિક સ્ટેચ્યુઓ પર હુમલો કરી નુકસાન પહોંચાડવાની સાથે સોનિયા ગાંધીના પુતળાનું દહન પણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે 1950ના દાયકામાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ આંધ્રના લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વર્ષ 1952માં અલગ આંધ્ર રાજ્યની માંગણી કરતા ઉપવાસ પર ઉતરેલા પોટ્ટી શ્રીરામુલુનું મૃત્યુ થતા નહેરૂએ ભારે દબાણ સહન કરવું પડ્યું હતું.

કુરનુલમાં

કુરનુલમાં


આંધ્ર પ્રદેશ પાસેના કુરનુલ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્ટેચ્યુને તોડી પાડતા પ્રદર્શનકારીઓ.

કડપ્પામાં

કડપ્પામાં


સમક્યાન્ધ્રના સમર્થકોએ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પૂતળાને આગ લગાવી હતી.

ચિત્તુરમાં

ચિત્તુરમાં


મહિલા પ્રદર્શનકારીઓએ સોનિયા ગાંધીના પૂતળાને માર માર્યો હતો.

અનંતપુરમાં

અનંતપુરમાં


અલગ તેલંગાણા વિરોધીઓએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પૂતળાને તોડીને રોડ પર લાવી દીધું હતું.

વિશાખાપટ્ટનમમાં

વિશાખાપટ્ટનમમાં


સોનિયા ગાંધીના પુતળાને આગ ચાંપવામાં આવી હતી.

પોટ્ટી શ્રીરામુલુ અને જવાહરલાલ નહેરુ

પોટ્ટી શ્રીરામુલુ અને જવાહરલાલ નહેરુ


ર્ષ 1952માં અલગ આંધ્ર રાજ્યની માંગણી કરતા ઉપવાસ પર ઉતરેલા પોટ્ટી શ્રીરામુલુનું મૃત્યુ થતા નહેરૂએ ભારે દબાણ સહન કરવું પડ્યું હતું.

English summary
In pics: Telangana saw Gandhi's 'mocked and abused'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X