13 ફૂટ લાંબા અજગરે કર્યો શિકાર, પણ પછી જે થયું જુઓ Videoમાં

Written By:
Subscribe to Oneindia News

અજગર કોઇ પણ મોટા શિકારને સરળતાથી તોડી પોતાનો શિકાર બનાવી શકે છે. અનેક વાર તેવું થાય છે કે અજગર નાના વાછરડાં અને કૂતરાને પણ ખાઇ જાય છે. પણ રાજસ્થાનના ઉદેપુરમાં કંઇ તેવું થયું કે શિકાર કરવા જતા અજગરનો જીવ જ મુશ્કેલીમાં મુકાઇ ગયો. અનેક વાર બની છે કે શિકાર કરવા જતા અજગર તે શિકારને ગળી નથી શકતો અને આવી સ્થિતિમાં અજગર મરી પણ જાય છે.

Udaipur

ઉદેપુરના ઉમરદા ગામમાં 13 ફૂટ લાંબા એક અજગરે એક કૂતરાનો શિકાર કર્યો. પણ શિકાર કર્યા પછી તે અજગર પોતાની આ દાવતને માણી ના શક્યો. અને તેની હાલત પાછળથી એટલી ખરાબ થઇ કે તેના માટે રેસક્યૂ ટીમને બોલાવી પડી. રેસક્યૂ ટીમ મુજબ અજગર બહુ જ ભૂખ્યો હતો અને તે શરદીની ઋતુ આવે તે પહેલા પોતાના પેટમાં સારી એવી ચરબી ભેગી કરી લેવા માંગતો હતો માટે તેણે આ રીતે કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. પણ પાછળથી તે આ શિકારને ગળી ના શક્યો. જો કે રેસક્યૂ ટીમના બચાવથી આ અજગરથી સ્થિતિ હાલ સારી છે.
સૌજન્ય વીડિયો -News live

English summary
Rajasthan 13 feet long python spit his lunch dog a viral. Read More Detail Here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.