અનોખી પહેલ : તમિલનાડુમાં અંગદાનથી ઘણી જિંદગી બચાવનારા અંગદાતાના રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

ભારતના વિવિધ રાજ્યોમાં સરકારો દ્વારા અંગદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે તમિલનાડુ સરકારે અનોખી પહેલ કરી છે.

તમિલનાડુના થેની જિલ્લામાં અંગદાન કરીને લોકોની જિંદગી બચાવનારા અંગદાતાના રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી સહિત સરકારી અધિકારીઓ પણ હાજર હતા.

Tamil Nadu

અહેવાલો અનુસાર, મૃતક વાડીવેલુ સરકારી કર્મચારી હતા અને થોડા સમય પહેલા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના પરિવારે તેના તમામ અંગો અન્ય દર્દીઓને દાન કરવાનો નિર્ણય લીધો.

વાડીવેલુના પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક વાડીવેલુની નોકરી જિલ્લા કલેક્ટર કચેરીમાં હતી. શનિવારે તે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક ગાયે તેની બાઇકને ટક્કર મારી હતી. આ કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડી ગયા.

આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. તેના પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરંતુ રાહત ન થઈ. રવિવારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પછી પરિવારની સંમતિથી તેમની કિડની, લીવર અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 23 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જાહેરાત કરી કે, જે કોઈ અંગ દાતા રહેશે તેના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ સ્થિતિમાં વાડીવેલુના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવ્યા.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, તમિલનાડુ અંગદાનના મામલે ઘણું આગળ છે. જેના કારણે સેંકડો દર્દીઓના જીવ બચી ગયા છે. રાજ્ય સરકારે તેમનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે વધુ લોકો અંગદાન માટે આગળ આવશે. લોકોને સરકારનો આ નિર્ણય પસંદ આવ્યો છે અને પહેલના વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X