હાથરસ મામલે પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને પુછ્યા 3 સવાલ

હાથરસ ગેંગરેપ પીડિતની મોતનાં મામલે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ફરી એક વખત યુપીનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ પણ સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહાર પાડીને યુપીન

હાથરસ ગેંગરેપ પીડિતની મોતનાં મામલે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ફરી એક વખત યુપીનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ પણ સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહાર પાડીને યુપીના મુખ્યમંત્રી સામે ત્રણ મોટા પ્રશ્નો કર્યા છે. તમને જણાવી દઈએ કે, 14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ થયો હતો. છેલ્લા 15 દિવસથી મોતની લડત લડતા પીડિતાનું 29 સપ્ટેમ્બરની સવારે દિલ્હીની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છેકે પોલીસે મોડી રાતે યુવતીની અંતિમ વિધી પણ કરી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં રોષ છે. વિપક્ષ ભાજપ અને યુપીની યોગી સરકાર પર સતત હુમલો કરી રહ્યું છે.

Priyanka gandhi

પ્રિયંકા ગાંધીએ સીએમ યોગીને આ ત્રણ મોટા પ્રશ્નો પૂછ્યા

પ્રિયંકા ગાંધીએ વીડિયો જાહેર કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ત્રણ મોટા પ્રશ્નો રજૂ કર્યા છે. વીડિયો શેર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, "હું યુપીના મુખ્ય પ્રધાનને કેટલાક પ્રશ્નો પૂછવા માંગું છું".

  • પીડિતાના મૃતદેહને બળજબરીથી પરિવારપાસેથી છીનવીને જલાવવાનો કોણે આદેશ આપ્યો?
  • તમે છેલ્લા 14 દિવસથી ક્યાં હતા તમે? તમે કેમ કાર્યવાહી ન કરી?
  • ક્યા સુધી ચાલશે આવુ? કેવા મુખ્યમંત્રી છો તમે?
  • આ પ્રકારનું વર્તન એ અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ

આ પણ વાંચો: આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X