આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ

કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે.

લખનઉઃ 28 વર્ષ જૂની બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો છે. કોર્ટે 49 આરોપીઓમાંથી જીવિત 32 આરોપીઓને મુક્ત કરી દીધા છે. કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના ચુકાદાનુ સ્વાગત કરીને આરોપ મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપ નેતાએ કહ્યુ આ વકીલોના કઠોર પરિશ્રમ વિના સંભવ ન થઈ શક્યુ હોત.

murli manohar joshi

આ કેસની સુનાવણી ન્યાયાધીશ એસકે યાદવ કરી રહ્યા હતા જેમનો કાર્યકાળ આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે બધા આરોપીઓને મુક્ત કરીને ચુકાદામાં કહ્યુ કે બાબરી ધ્વંસની ઘટના પૂર્વ નિયોજિત નહોતી. ચુકાદો વાંચતા તેમણે કહ્યુ કે અધિનિયમમાં કોઈ ષડયંત્ર નહોતુ અને આ ક્ષણભરમાં થયુ. કોર્ટેમાંથી રાહત મળવા પર મુરલી મનોહર જોશી બોલ્યા, 'આ અદાલતનો ઐતિહાસિક નિર્ણય છે. આનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરની ઘટના માટે કોઈ ષડયંત્ર નહોતી રચવામાં આવ્યુ. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી. અમે ખુશ છે કે દરેકે હવે રામ મંદિર નિર્માણ માટે ઉત્સાહિત હોવુ જોઈએ.'

ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલતે પોતાના ચુકાદો સંભળાવ્યો. ઘટનાના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવ્યો છે. અદાલતે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્યુ હતુ. આ કેસમાં સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી હતા. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા હતા. વળી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલ દાસ અસ્વસ્થ થવાના કારણે આજે કોર્ટ પહોંચી શક્યા નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X